મુંબઇ, ૧૬ જુન: વાવાઝોડાં બાદ ભારે વરસાદનાં કારણે કારોબાર ખોરવાતા સૌરાષ્ટ્રમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.  આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૫૯ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૨૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ,  ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, કપાસ, હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરાનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૫૮૩૦ રૂ. ખુલી ૫૮૭૬  રૂ., દિવેલનાં ભાવ ૧૧૮૦ રૂ. ખુલી ૧૧૮૦ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૫૫ રૂ. ખુલી ૨૫૯૩ રૂ., ધાણા ૬૨૩૮ રૂ. ખુલી ૬૨૯૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૧૪૧ રૂ. ખુલી ૫૨૫૧ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૯૮૭૫  રૂ. ખુલી ૧૦૧૭૨ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૨૦૦ રૂ. ખુલી ૨૪૨૦૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૮૬૨૫ રૂ. ખુલી ૪૮૮૫૦ રૂ., કપાસનાં ભાવ ૧૪૮૯.૦૦ રૂ. ખુલી ૧૫૦૩.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૯૩૦ ખુલી ૪૬૯૫૦ રૂ. અને હળદરનાં ભાવ  ૮૪૦૦  રૂ. ખુલી ૮૫૪૨ રૂ. બંધ રહ્યા હતા.