UTI મ્યુચ્યુઅલ ફંડે UTI ક્વોન્ટ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 3 જાન્યુઆરી: UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI) UTI ક્વોન્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. UTIની વ્યાપક રોકાણ સંશોધન નિપુણતા અને રોકાણ પ્રક્રિયા સાથે અનુમાનિત મોડલિંગને જોડતું આ એક્ટિવ ઇક્વિટી ફંડ છે. આ ફંડનો ઉદ્દેશ બજાર સ્થિતિને ડાયનેમિકલી અપનાવીને અને અસ્થિરતાને મેનેજ કરીને વ્યાપક ઇન્ડેક્સ પર સતત આલ્ફા જનરેટ કરવાનો છે. એનએફઓ 2 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થાય છે અને 16 જાન્યુઆરી 2025ના રોજ બંધ થાય છે.
UTI ક્વોન્ટ ફંડ એ સોફિસ્ટિકેટેડ ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ ફંડ બેન્ચમાર્ક પર આલ્ફા જનરેટ કરવાના લક્ષ્યાંક સાથે મોમેન્ટમ, ક્વોલિટી, લૉ વોલિટાલિટી અને વેલ્યુ એમ ચાર મહત્વના પરિબળો પર ડાયનેમિકલી વેઇટ આપીને ફેક્ટર અલોકેશન મોડલ લાગુ કરે છે.
આ ફેક્ટર મોડલથી વ્યાપક બજારમાં મોટાભાગે જોવા મળતી અસ્થિરતાને મેનેજ કરવામાં મદદ મળે છે જેનો ઉદ્દેશ વધુ સારા રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ મેળવવાનો છે. વિવિધ માર્કેટ સાયકલ્સમાં તેની ફ્લેક્સિબિલિટીથી બજાર સ્થિતિઓ પર આધારિત પરિબળોમાં એક્સપોઝર એડજસ્ટ કરવાની ક્ષમતા મળે છે અને એડેપ્ટિબિલિટીનું એક લેયર ઉમેરાય છે જે તમામ પ્રકારની બજાર સ્થિતિઓમાં આગળ વધવા માટે તેને મજબૂત ટૂલ બનાવે છે. ફંડમાં બેક ટેસ્ટેડ પર્ફોર્મન્સમાં રજૂ થયેલું રિસ્ક અને રિટર્નનું બેલેન્સ તેને વિવિધ પ્રકારની બજાર સ્થિતિઓમાં વધુ સારા વળતર મેળવવા ઇચ્છતા લોકો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.
UTI એએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર વેત્રી સુબ્રમણ્યમે આ ફંડના લોન્ચ અંગે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ રોકાણકારોને બજારની જટિલતાઓમાં આગળ વધવા અને વધુ માહિતગાર રોકાણ નિર્ણયો લેવા માટે સિસ્ટમેટિક અને સંશોધન આધારિત ઉપાયો પૂરા પાડવાનું છે. UTI મલ્ટી એસેટ એલોકેશન ફંડે એપ્રિલ 2022થી તેના ઇક્વિટી પોર્ટફોલિયોના મેનેજમેન્ટ માટે આ પ્રક્રિયા અપનાવી છે.
ફંડની ખાસિયતો એક નજરે
એનએફઓ સમયગાળોઃ | 2 જાન્યુઆરી, 2025થી 16 જાન્યુઆરી, 2025 |
હેતુઓઃ | આ સ્કીમ ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ થીમને અનુસરીને ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડી વૃદ્ધિ મેળવવાનો પ્રયાસ કરશે. |
બેન્ચમાર્કઃ | બીએસઈ 200 ટીઆરઆઈ |
લઘુતમ રોકાણઃ | શરૂઆતમાં રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં |
વધારાની ખરીદીઃ | રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં |
ઉપલબ્ધ પ્લાનઃ | રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન્સ, બંને પ્લાન્સ હેઠળ માત્ર ગ્રોથ ઓપ્શન ઉપલબ્ધ |
લોડ સ્ટ્રક્ચરઃ | કોઈ એન્ટ્રી લોડ નહીં. ફાળવણીની તારીખના 90 દિવસમાં જ જો રીડિમ કે સ્વીચ આઉટ કરવામાં આવે તો 1 ટકો એક્ઝિટ લોડ, ત્યારપછી શૂન્ય |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)