ઉત્કર્ષના શેરમાં રોકાણકારોનો ઉત્કર્ષ

ઇશ્યૂ પ્રાઇસરૂ. 25
ખૂલ્યોરૂ. 39.95
વધીરૂ. 47.94
ઘટીરૂ. 37.25
બંધરૂ. 47.94
સુધારોરૂ. 22.94
સુધારો91.76 ટકા

અમદાવાદ, 21 જુલાઇઃ એક તરફ આઇટી કંપનીઓના શેર્સમાં વેચવાલીની આંધી ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ શુક્રવારે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના આઇપીઓમાં જે રોકાણકારોને શેર્સ લાગ્યા હતા. તેઓ માલામાલ થઇ રહ્યા હતા. Utkarsh Small Finance Bank IPO રૂ. 25ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 39.95ની સપાટીએ ખુલી ઊપરમાં રૂ. 47.94 થઇ નીચામાં રૂ. 37.25ના મથાળે રહ્યા બાદ છેલ્લે રૂ. 22.94 (91.76 ટકા) પ્રિમિયમ સાથે રૂ. 47.94ની સપાટીએ બંધ રહ્યો હતો. લિસ્ટિંગ પહેલા, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના આઇપીઓમાં ગ્રે માર્કેટમાં રૂ. 15 આસપાસ બિન સત્તાવાર પ્રિમિયમ બોલાતું હતું. તે સપાટીએ જ આઈપીઓનું લિસ્ટિંગ જોવા મળ્યું હતું. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના રૂ. 500 કરોડના IPOને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈસ્યુ કુલ 102 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ક્યુઆઈબી કેટેગરીમાં 124.8 ગણો ભરાયો હતો. તેવી જ રીતે એનઆઈઆઈ 81.6 ગણો સબસ્ક્રાઇબ્ડ થયો હતો. રિટેલ ક્વોટા 72.1 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.