અમદાવાદ, 11 એપ્રિલ: દેશની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ વાડીલાલ એન્ટરપ્રાઈઝે એક અનોખા, ટ્રેન્ડી અને સૌને અપીલ કરતા મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ સાથે સમર 2023 કેમ્પેઈનનો પ્રારંભ કર્યો છે.

આ વાઈબ્રન્ટ મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ એ વાડીલાલના લોકપ્રિય કેમ્પેઈન દિલ બોલે વાહ વાડીલાલનું હાર્દ છે.

વાડીલાલના બ્રાન્ડિંગ પ્રેસિડેન્ટ આકાંક્ષા દેવાંશુ ગાંધીએ જણાવ્યું કે 100 વર્ષથી પણ વધુ સમયથી વાડીલાલ બ્રાન્ડનો વારસો ધરાવે છે અને હજુય ખૂબ જ યુવાન છે. નવીનતાસભર પ્રવૃત્તિઓ સાથે અમે હંમેશા ટ્રેન્ડસેટર રહ્યા છીએ. આકાંક્ષા દેવાંશુ ગાંધી વાડીલાલ પરિવારની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.

સંગઠિત આઇસ્ક્રીમ ઉદ્યોગનો 16 ટકા બજાર હિસ્સો ધરાવે છે વાડીલાલ એન્ટરપ્રાઇઝ

આકાંક્ષા ગાંધીએ જણાવ્યું કે, વાડીલાલ સંગઠિત આઈસ્ક્રીમ ઉદ્યોગનો 16% બજાર હિસ્સો ધરાવે છે અને દેશમાં 1.5 લાખ રિટેલર્સ, 1000 વિતરકો, 80 CFA અને 20 સુપર સ્ટોકિસ્ટ સાથે દેશનું સૌથી મોટું કોલ્ડ ચેઈન નેટવર્ક ધરાવે છે. આઈસ્ક્રીમ ઉદ્યોગ 14%ના દરે વધી રહ્યો છે અને 2020-કોવિડ સુનામી પછી, કંપનીએ ખરીદીમાં ઉછાળો અનુભવ્યો છે!

કંપનીની ઉત્પાદન શ્રેણીમાં કુલ્ફીસ અને આઈસ્ક્રીમ સેન્ડવિચ જેવી રેન્જ છે, જેમાં જૂની પેઢી અને મજા, ટ્રેન્ડી કેટેગરીઝ જેવી કે ગૌરમેટ, બડાબાઈટ, ફ્લિન્ગો અને આઈસક્રીમ કેક જેવા યુવા પ્રેક્ષકો જેઓ વિવિધ ફ્લેવર સાથે પ્રયોગ કરવાનું પસંદ કરે છે.

USA, UK, UAE અને ઑસ્ટ્રેલિયાની નવી લાઇન-અપ શરૂ કરનાર પ્રથમ બ્રાન્ડ

વાડીલાલ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વ્યાપક લાઇન-અપ – આઈસ્ક્રીમ અને પ્રોસેસ્ડ ફૂડ, યુએસએ, યુકે, યુએઈ અને ઑસ્ટ્રેલિયાની નવી લાઇન-અપ શરૂ કરનાર પ્રથમ ભારતીય બ્રાન્ડ પણ બની છે.

હિપ-હોપ ડાન્સ ગ્રુપ કિંગ્સ યુનાઈટેડે સૌપ્રથમ વખત ગીત રજૂ કરીને તેના પર પર્ફોર્મ કર્યું

આજની ઈવેન્ટમાં મુંબઈના ડાન્સ ગ્રુપ કિંગ્સ યુનાઈટેડ દ્વારા પ્રેક્ષકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કિંગ્સ યુનાઈટેડ એનબીસીની વર્લ્ડ ઓફ ડાન્સના વિજેતા છે અને વર્લ્ડ હિપ હોપ ડાન્સ ચેમ્પિયનશીપમાં ત્રીજું ઈનામ જીતી ચૂક્યા છે. વાડીલાલના કેમ્પેઈનમાં અનેકવિધ નવીનતાઓ સાથે સંપૂર્ણ અને ઈન્ટિગ્રેટેડ મીડિયા મિક્સનો સમાવેશ થશે. ઉદાહરણ તરીકે, વાડીલાલ ઓનલાઈન ચેલેન્જનું આયોજન કરશે, જેમાં યુવાનો અને દિલથી હજુય યુવાન લોકોને દિલ બોલે વાહ વાહ વાહ પર ડાન્સ કરતા પોતાના વીડિયો રીલ શૂટ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.