અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વરિન્દરા કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ (“VCL”)એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DHRP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 12000 મિલિયન (રૂ. 1200 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેરૂ રૂ. 1 મૂળ કિંમત) ઇશ્યૂ કરીને ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 9000 મિલિયન (રૂ. 900 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 3000 મિલિયન (રૂ. 300 કરોડ) સુધીના સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા ઓફર ફોર સેલ સામેલ છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ BSE અને NSE ઉપર લિસ્ટ કરાશે.આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ અને આઇઆઇએફએલ સિક્યુરિટીઝ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)