અમદાવાદ, 25 મેઃ વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડે ચોથા ક્વાર્ટર અને 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષના નાણાકીય પરિણામોની જાહેર કર્યા છે. FY22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 110.2 કરોડની સરખામણીમાં Q4FY23માં કુલ આવક રૂ. 176.3 કરોડ હતી, તેમજ  Y-o-Y મુજબ 60% ની વૃદ્ધિ હતી. સીમલેસ પાઈપોની આવક Q4FY23 માં રૂ. 96.9 કરોડ હતી જે Q4FY22 માં રૂ. 34.3 કરોડ હતી, જે Y-o-Y ધોરણે 182% ની વૃદ્ધિ દર્શાવે છે. Q4FY23 માટે સીધા સ્થાનિક ગ્રાહકોને વેચાણમાં 90% અને FY23 માટે Y-o-Y ધોરણે 102%નો વધારો થયો છે. આ ક્વાર્ટર માટે EBITDA રૂ. 21.6 કરોડ રહ્યું, Y-o-Y ધોરણે 57% ની વૃદ્ધિ નોંધાઈ છે. આ ક્વાર્ટર માટે PAT રૂ. 13.4 કરોડ, Y-o-Y ધોરણે 66% ની વૃદ્ધિ નોંધાઈ

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમની 24 મે, 2023ના રોજ યોજાયેલી મીટિંગમાં નાણાકીય વર્ષ 2022-23માં આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી માટે અનુક્રમે રૂ. 10/- પ્રતિ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ પર 5% પ્રતિ ઈક્વિટી શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. આ સાથે, નાણાકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલ કુલ ડિવિડન્ડ રૂ. 10/ના પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1 છે.

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્ઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારીએ જણાવ્યું, કે કંપનીએ FY23 ના Q4 અને FY23 માટે તેની અત્યાર સુધીની સૌથી વધુ આવક અનુક્રમે 60% અને 43% ની વૃદ્ધિ નોંધાવી છે. FY23 માટે અમારો EBIDTA અને PAT 40% Y-o-Y વધ્યો છે. સીમલેસ પાઈપ્સ અને હાયર ડાયા વેલ્ડેડ પાઈપ્સની નવી ક્ષમતા માટે અમારું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું છે. તેની સાથે, અમે બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે અમારી ક્ષમતા વૃદ્ધિ તરીકે મધર હોલો પાઈપ્સ માટે ઉત્પાદન પણ શરૂ કર્યું છે.

Particulars (Rs. In Crs)Q4FY23Q4FY22Y-o-Y (%)FY23FY22Y-o-Y (%)
Revenue from Operations176.3110.260.0%552.4387.042.8%
EBITDA21.613.757.3%69.149.240.4%
EBIDTA Margins (%)12.2%12.5% 12.5%12.7% 
Profit After Tax (PAT)13.48.166.4%44.231.739.6%
PAT Margins (%)7.6%7.3% 8.0%8.2%