વીપ્રોની રૂ. 12000 કરોડની બાયબેક ઓફર ખુલી, 29 જૂને બંધ થશે
મંગળવારે શેરની સ્થિતિ
આગલો બંધ | 380.05 |
ખુલ્યો | 381.70 |
વધી | 385 |
ઘટી | 380.60 |
બંધ | 382.55 |
સુધારો | રૂ. 2.50 |
સુધારો | 0.66 ટકા |
મુંબઇ, 20 જૂનઃ વિપ્રોએ રૂ. 12,000 કરોડનો શેર બાયબેક પ્રોગ્રામ 22 જૂને ખુલ્લો મૂક્યો છે અને 29 જૂને બંધ થશે. રિટેલ રોકાણકારો માટે ગુણોત્તર 23.4 ટકા નક્કી કરવામાં આવ્યો છે. અન્ય કેટેગરી માટે માટે 4.3 ટકા નક્કી કરવામાં આવ્યો છે. કંપની રૂ. 445ના શેરની કિંમત સાથે 26.97 કરોડ શેર બાયબેક કરશે.
બે લાખ રૂપિયાથી ઓછી કિંમતના કંપનીના શેર ધરાવનારા રિટેલ શેરધારકો 16 જૂનની રેકોર્ડ તારીખે દરેક 265 શેર સામે 62 શેર ઓફર કરવા માટે અરજી કરી શકશે. જનરલ કેટેગરીના દરેક 603 શેર માટે 26 શેર નક્કી કરવામાં આવ્યા છે. જો 100% બાયબેક થશે તો કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 72.91 ટકાથી વધીને 73.37 ટકા થશે.
કંપનીને આ લાભો વિપ્રોના શેર બાયબેકથી મળશે. બાયબેક બાદ કંપનીની EPS 20.73 ટકાથી વધીને 21.79 થઈ જવાની શક્યતા છે. કંપનીના પ્રમોટર્સમાં અઝીમ પ્રેમજી અને રિશાદ પ્રેમજી અને પરિવારના અન્ય સભ્યો પણ બાયબેકમાં ભાગ લેવાનો ઈરાદો ધરાવે છે.