ઇશ્યૂ ખૂલશે26 જૂન
ઇશ્યૂ બંધ થશે28 જૂન
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડ195-207
લોટ સાઇઝ72 શેર્સ
ઇશ્યૂ સાઇઝ8260870 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 171 કરોડ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 21 જૂનઃ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ 26 જૂનના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 1,710 મિલિયન (રૂ. 171 કરોડ) સુધીની છે જેમાં ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બીડિંગ 25 જૂન, 2024 છે. સબ્સ્ક્રીપ્શન માટે બિડ/ઇશ્યૂ શુક્રવાર, 28 જૂનના રોજ બંધ થશે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 195થી રૂ. 207 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 72 શેર્સ અને તેના પછી 72 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે

કંપની ઇશ્યૂમાંથી મળનારી રકમનો નીચે મુજબના ફંડ્સ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) બિલાસપુર પ્લાન્ટ ખાતેના વિસ્તરણ પ્રોજેક્ટ માટે અંદાજિત રૂ. 1,645 મિલિયન (રૂ. 164.50 કરોડ)ના મૂડી ખર્ચ અને (2) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરશે. બિલાસપુર પ્લાન્ટ ખાતે “વિસ્તરણ પ્રોજેક્ટ” માટે મૂડી ખર્ચ રૂ. 1,645 મિલિયન (રૂ. 164.50 કરોડ) હોવાનો અંદાજ છે. કંપનીએ પહેલેથી જ એચડીએફસી બેંક પાસેથી લોનમાંથી રૂ. 700 મિલિયન (રૂ. 70 કરોડ) મેળવ્યા છે જે આઈપીઓની ચોખ્ખી આવકમાંથી ચૂકવવાની દરખાસ્ત છે. રૂ. 945 મિલિયન (રૂ. 94.5 કરોડ)ની બાકી રકમ માટે કંપનીએ આંતરિક ઉપાર્જનમાંથી પહેલેથી જ રૂ. 320 મિલિયન (રૂ. 32.00 કરોડ) મેળવેલા છે અને આગળ આંતરિક ઉપાર્જનમાંથી રૂ. 30 મિલિયન (રૂ. 3.00 કરોડ) મેળવવાની ઇચ્છા ધરાવે છે. બાકીના રૂ. 595 મિલિયન (રૂ. 59.5 કરોડ)ને નાણાંકીય વર્ષ 2024-25માં આઈપીઓની ચોખ્ખી આવકમાંથી મેળવવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

જૂન 2004માં સ્થાપાયેલી વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ સ્પોન્જ આયર્ન, એમ.એસ. બ્રાન્ડ વ્રજ હેઠળ બિલેટ્સ અને TMT બારનું ઉત્પાદન કરે છે. કંપની રાયપુર અને બિલાસપુર, છત્તીસગઢમાં 52.93 એકરમાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવે છેમેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની કુલ સ્થાપિત ક્ષમતા 231,600 ટન પ્રતિ વર્ષ હતી, જેમાં મધ્યવર્તી અને અંતિમ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. કંપની પાસે હાલમાં MS Billets ની 57,600 TPA ની ઉત્પાદન ક્ષમતા છે, જેનો ઉપયોગ તેની રોલિંગ મિલો 54,000 TPA ની ઉત્પાદન ક્ષમતા સાથે TMT બાર બનાવવા માટે કરી શકે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્પોન્જ આયર્ન, ટીએમટી બાર, એમએસ બિલેટ્સ અને બાય-પ્રોડક્ટ્સ ડોલોચર, પેલેટ્સ અને પિગ આયર્ન જેવી ઓફરનો સમાવેશ થાય છે, જે ઔદ્યોગિક ગ્રાહકો અને અંતિમ વપરાશકારોના મિશ્રણને પૂરી કરે છે. રાયપુર પ્લાન્ટે નવા ISO 14001:2015 સ્ટાન્ડર્ડ હેઠળ એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન હાંસલ કર્યું છે. 30 જૂન, 2023 સુધીમાં, કંપની પાસે 533 કર્મચારીઓ છે, જેમાં 298 કાયમી કર્મચારીઓ, 7 રજિસ્ટર્ડ ઓફિસમાં, 200 રાયપુર પ્લાન્ટમાં, 87 બિલાસપુર પ્લાન્ટમાં અને 235 કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ, અને બીએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

લીડ મેનેજર્સઃ આર્યમાન ફાઇનાન્શિયલ સર્વિસીઝ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)