અમદાવાદ, 21 જૂન: AR/VR ડેવલપમેન્ટ અને મોબાઈલ એપ્પમાં નિપુણતા ધરાવતી ગેમ, બ્લોકચેઈન અને AI/ML કંપની યુડીઝ સોલ્યુશન્સને પ્રતિષ્ઠિત ટેક ઈન્ડીયા ટ્રાન્શફોર્મેશન ઈવેન્ટમાં “ટેક કંપની ઓફ ધ યર” તરીકેનુ બહુમાન હાંસલ થયું છે. આ એવોર્ડ એ યુડીઝ સોલ્યુશન્સનના ઈનોવેટીવ સોલ્યુશન્સ ડિલિવર કરવા માટેની અનોખી ક્ષમતા બદલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિધ્ધિ અંગે પ્રતિભાવ આપતાં યુડીઝ સોલ્યુશન્સના મેનેજીંગ ડિરેકટર પ્રતિક પટેલ જણાવે છે કે ઈનોવેશન પ્રગતીનુ એન્જીન, અમને આગળ લઈ જતુ પ્રેરક બળ છે અને બધા માટે બહેતર ભવિષ્ય નક્કી કરે છે. અમે ઈનોવેશન અંગે ખૂબ ઉત્સાહી છીએ અને દુનિયાભરમાં તમામ માટે બહેતર અને સસ્ટેઈનેબલ ભાવિ બનાવવા કટિબધ્ધ છીએ. અમારા વિઝનને સહયોગ આપવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. યુડીઝ સોલ્યુશન્સ, ટેકનિકલ ક્ષમતા અને માનવ સંસાધન બાબતે વૈશ્વિક વિસ્તરણ માટે કામ કરે છે. કંપની પોતાનો ગેમીંગ સ્ટુડીયો અને ગેમ પબ્લીશીંગ પ્લેટફોર્મ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે.