અમદાવાદ, 11 નવેમ્બર: ઝિન્કા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ શેરદીઠ રૂ. 1ની મૂળ કિંમત અને રૂ. 259/- રૂ. 273/-ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 13 નવેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ સોમવાર, 18 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 54 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 54 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરવાની રહેશે. IPO એ રૂ. 550 કરોડ સુધીના તાજા ઈશ્યુ અને પ્રમોટર્સ અને ઈન્વેસ્ટર્સ સેલિંગ શેરધારકો દ્વારા 20,685,800 ઈક્વિટી શૅર સુધીના વેચાણનું મિશ્રણ છે. કર્મચારી રિઝર્વેશન ભાગમાં બિડિંગ કરનારા લાયક કર્મચારીઓને ઇક્વિટી શૅર દીઠ રૂ. 25નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનવ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 75%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 10% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.

IPO ખૂલશે13 નવેમ્બર
એન્કર બુક12 નવેમ્બર
IPO બંધ થશે18 નવેમ્બર
ફેસ વેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ.259-273
લોટ સાઇઝ54 શેર્સ
ઇશ્યૂ સાઇઝ40832320શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.1114.72કરોડ
લિસ્ટિંગNSE, BSE
Businessgujarat.in
rating
5.5/10

ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ એક નજરે

કંપની તેના તાજા ઇશ્યુન્સમાંથી મળેલી રકમમાંથી રૂ. 200 કરોડ સુધીની રકમનો ઉપયોગ વેચાણ અને માર્કેટિંગ ખર્ચ માટેના ભંડોળ માટે કરવામાં આવશે. બ્લેકબક ફિનસર્વ પ્રાઇવેટમાં રોકાણ કરવા માટે રૂ. 140 કરોડ તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેના મૂડી આધારને વધારવા માટે ધિરાણ કરવા માટે, રૂ. 75 કરોડ રકમનો ઉપયોગ ઉત્પાદન વિકાસ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓના સંબંધમાં ખર્ચના ભંડોળ માટે કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

કંપની પાસે ટ્રક ઓપરેટરો માટેનું ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ, જેમાં દેશના 963,345 ટ્રક ઓપરેટરો નાણાકીય વર્ષ 2024માં અમારા પ્લેટફોર્મ પર વ્યવહાર કર્યા છે, જેમાં ભારતના 27.52% ટ્રક ઓપરેટર્સનો સમાવેશ થાય છે. ઝિન્કા લોજિસ્ટિક્સ ટ્રક ઓપરેટરોને તેમના વ્યવસાયોનું સંચાલન કરવા અને તેમની કમાણી વધારવા માટે ડિજિટલી સશક્તિકરણ કરીને ભારતમાં ટ્રકિંગ ઉદ્યોગમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે. કંપનીની નવીન BlackBuck એપ એક વ્યાપક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જે ચૂકવણી, ટેલીમેટિક્સ, લોડ મેનેજમેન્ટ અને વાહન ધિરાણ માટે સોલ્યુશન આપે છે. 30 જૂન, 2024 સુધીમાં, ઝિન્કા લોજિસ્ટિક્સની નોંધપાત્ર હાજરી ધરાવે છે. નાણાકીય 2024 સુધીમાં, કંપનીએ તેનો કાફલો વધારીને 963,345 ટ્રક ઓપરેટરોનો કર્યો હતો, જે નાણાકીય વર્ષ 2022માં 482,446 હતો, જે ભારતના 27.52% ટ્રક ઓપરેટરોનું પ્રતિનિધિત્વ કરે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

ઝિન્કા લોજિસ્ટિક્સે 30 જૂન, 2024 અને નાણાકીય વર્ષ 2024 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 5,356.20 કરોડના ગ્રોસ ટ્રાન્ઝેક્શન વેલ્યુ (GTV) પ્રોસેસ કર્યા હતા અને રૂ. 17,396.19 કરોડના પેમેન્ટના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. પેમેન્ટ પ્લેટફોર્મ ટ્રક ઓપરેટરો માટેના નોંધપાત્ર ખર્ચને સંબોધિત કરે છે, જેમ કે ઇંધણ અને ટોલ. કંપની FASTag બેંકો અને બહુવિધ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સાથે કાર્યક્ષમ અને સુરક્ષિત ટોલિંગ અને ફ્યુઅલિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે, જે વ્યવહારના મૂલ્યોના આધારે કમિશન માર્જિન દ્વારા આવક પેદા કરે છે. ચાલુ કામગીરીથી ઝિન્કા લોજિસ્ટિક્સની કોન્સોલિડેટેડ આવક નાણાકીય વર્ષ 2023માં રૂ. 175.68 કરોડથી નાણાકીય વર્ષ 2024માં 69.01% વધીને રૂ. 296.92 કરોડ થઈ હતી, મુખ્યત્વે તેના સરેરાશ માસિક વ્યવહાર કરતા ટ્રક ઓપરેટર્સમાં થયેલા વધારાને કારણે કંપનીની સબ્સ્ક્રિપ્શન ફી અને સેવા ફી જેના કારણે તેની આવકમાં વધારો થયો હતો. 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના માટે, ચાલુ કામગીરીમાંથી આવક રૂ. 92.17 કરોડ અને કર પછીનો નફો રૂ. 28.67 કરોડ હતો.

લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઈવેટ, JM ફાઈનાન્શિયલ અને IIFL કેપિટલ સર્વિસિસ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે અને કેફિન ટેક્નોલોજીસ ઑફરના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)