અમદાવાદ: અમદાવાદમાં 26 અને 27 નવેમ્બર, 2022ના રોજ ઝોમાલેન્ડ 22 યોજાશે. અમદાવાદમાં બે-દિવસીય ઝોમાલેન્ડ 22 કાર્નિવલ 36થી વધુ બેસ્ટ ફૂડ અને રેસ્ટોરાં બ્રાન્ડ્સ, જેમાં લિજેન્ડ્સ ઓફ પંજાબ – બાય પેપરાઝી, મકેબા – ધ લોંજ કેફે, થેકા કોફી, ચેટ કેફે, વોક સુશી બાઓ, ઝીયસ બર્ગર – બાય ટેરા એન્ડ કંપની, સૌરાષ્ટ્ર ચવાણા સ્વીટ્સ, અપના ફલ વગેરે સામેલ છે. કાર્નિવલમાં રૂત્વિજ, ધ યલ ડાયરી, સોમાંશુ, કેયાન, ઝદીન, કરણ ગિલ વગેરે સહિતના કલાકારો પણ ભાગ લઇ રહ્યાં છે. અને સિમ્પલના 1-ટેપ ચેકઆઉટ દ્વારા લોકો ટીકીટ્સની ખરીદી કરી શકશે. ઝોમાલેન્ડ22ની અમદાવાદ આવૃત્તિ લેવિશ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં યોજાશે. વિજેતાઓ સ્લિપી આઉલ તરફથી ગુડીઝ મેળવશે, જ્યાં લોકો સિમ્પલ એપ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતાં માત્ર રૂ. 1માં કોફી મેળવશે. ઝોમાલેન્ડ બાય ઝોમાટો ભારતના સાત શહેરોમાં યોજાશે, જેમાં 350થી વધુ ફૂડ ઇટરી, એન્ટરટેઇનમેન્ટ અને ફન કાર્નિવલ ગેમ્સ પણ યોજાશે. પૂને અને મુંબઇમાં સફળ આયોજન બાદ ઝોમાલેન્ડ 22 નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગાલુરુ અને કોલકત્તા સહિતના બીજા ભારતીય શહેરોમાં પણ યોજાશે.
સિમ્પલના સીઇઓ અને સહ-સ્થાપક નિત્યા શર્માએ કહ્યું હતું કે, ઝોમાલેન્ડના પસંદગીના પેમેન્ટ પાર્ટનર તરીકે સિમ્પલ કાર્નિવલમાં સામેલ થવા ટીકીટ બુક કરાવવાની સાથે-સાથે લોકો સિમ્પલ નેટવર્ક ઉપર 20 હજારથી વધુ બ્રાન્ડ્સ ઉફર ખરીદી પણ કરી શકે છે.
ઝોમાટો લાઇવના ગ્લોબલ હેડ ચૈતન્ય માથુરે કહ્યું હતું કે, અમે ઝોમાલેન્ડના પસંદગીના પેમેન્ટ પાર્ટનર તરીકે સિમ્પલને સામેલ કરતાં ઉત્સાહિત છીએ. ગ્રાહક અને ડિજિટલ-ફર્સ્ટ પ્લેટફોર્મ તરીકે અમે અમારા યુઝર્સ માટે હંમેશા વિશ્વસ્તરીય અનુભવ પેદા કરવા પ્રયત્નશીલ રહીએ છીએ. સિમ્પલની અનોખી પ્રોડક્ટ દ્વારા અમે કાર્નિવલમાં લોકોને અનુકૂળ અને સમસ્યા-મુક્ત અનુભવ ઓફર કરતાં ખુશ છીએ.