જિઓ ફાઈ.ના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ, 28 ઓગસ્ટે નિફ્ટી50 અને સેન્સેક્સમાંથી બાકાત થશે
અમદાવાદ
રિલાયન્સ ગ્રૂપે જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનું સ્ટ્રેટેજિક ડિમર્જર કર્યા બાદ 21 ઓગસ્ટે મ્યૂટ લિસ્ટિંગ કરાવ્યું હતું. જોકે, જિઓ ફાઈનાન્સિયલના શેર સતત બે દિવસે 5 ટકાની લોઅર સર્કિટ સાથે 256ની પ્રાઈસ સામે 239.20 પર બંધ રહ્યા છે.
Jio Financial Services Limited (JFSL)ના શેરમાં સતત લોઅર સર્કિટના પગલે હવે અગાઉ સૂચવ્યા મુજબ 23 ઓગસ્ટના બદલે 28 ઓગસ્ટે નિફ્ટી 50 અને સેન્સેક્સમાંથી બાકાત કરવામાં આવશે.
”એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડ (AIPL)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્પિન-ઓફને કારણે, સોમવાર, 21 ઓગસ્ટ, 2023ના રોજ લિસ્ટિંગ પછી તમામ S&P BSE ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. BSEએ મંગળવારે 22 ઓગસ્ટના રોજ એક પરિપત્રમાં જણાવ્યું હતું.
એશિયા ઈન્ડેક્સ પ્રા. Ltdએ S&P Dow Jones Indice LLC અને BSE વચ્ચેની 50-50 ભાગીદારી છે.
AIPL એ JFSL માટે તાજેતરના લોઅર સર્કિટથી વાકેફ છે. સ્ટોક સળંગ 2 દિવસ સુધી નીચલી સર્કિટ મર્યાદા પર પહોંચ્યો હોવાથી, ઇન્ડેક્સ કમિટીએ તમામ S&P BSE ઈન્ડેક્સમાંથી JFSL ને દૂર કરવાનું વધુ 3 દિવસ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે.
‘જેએફએસએલ હવે મંગળવાર, ઓગસ્ટ 29, 2023 ના રોજ શરૂ થતાં પહેલાં તમામ S&P BSE ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. જો JFSL આગામી બે દિવસમાં લોઅર સર્કિટ જારી રાખશે, તો પરિપત્ર અનુસાર, તેને ઈન્ડેક્સમાંથી ડિલિસ્ટ કરવાની મુદ્દત વધુ ત્રણ દિવસ માટે ટાળવામાં આવશે.