સળંગ ત્રીજા દિવસે પણ માર્કેટમાં મંદીનો મારો રહેવા સાથે નિફ્ટીએ ઇન્ટ્રા- ડે 15400 પોઇન્ટ અને સેન્સેક્સે 55000 પોઇન્ટની સપાટી તોડી નાંખી છે. સેન્સેક્સ સવારે 302 પોઇન્ટના ગેપડાઉનથી ખૂલ્યો ત્યારે જ માર્કેટ ટ્રેન્ડ કન્ફર્મ થઇ ચૂક્યો હતો. ઇન્ટ્રા-ડે 793 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યા બાદ છેલ્લે સેન્સેક્સ 569.98 પોઇન્ટ ઘટી 55107.34 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 153.20 પોઇન્ટના ઘટાડા સાથે 16416.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે.

માર્કેટબ્રેડ્થ રહી નકારાત્મક

મંગળવારે પણ બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3418 પૈકી 37.62 ટકા સ્ક્રીપ્સમાં સુધારા સામે 58.84 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ જ રહી છે.

FPI– 2293.98 Cr.DII+ 1311.14 Cr.

બુધવારની ચાલનો મદાર આરબીઆઇ ઉપર

બુધવારે આરબીઆઇ રેપોરેટમાં વધારો કરે છે કે જાળવી રાખે છે તેની ઉપર માર્કેટની ચાલનો મદાર રહેશે. જો રેપો રેટ જળવાઇ રહે તો માર્કેટમાં રાહત રેલી જોવા મળી શકે. બાકી ટેકનો- ફન્ડામેન્ટલ્સ તો નબળાં જ રહ્યા છે.

નિફ્ટી 16400 પોઇન્ટની સપાટી જાળવે તે જરૂરી

બુધવારે જો નિફ્ટી આરબીઆઇની પોલિસી પછી 16400 પોઇન્ટની સપાટી જાળવી રાખે તો માર્કેટમાં 16794 પોઇન્ટ સુધીનો સુધારાનો આશાવાદ જોવાય છે. જોકે, 16370 મહત્વનો સપોર્ટ અને 16506 પોઇન્ટનો મહત્વનો રેઝિસ્ટન્સ ધ્યાનમાંરાખીને ખેલાડીઓએ બાજી ગોઠવવાની સલાહ મળી રહી છે. જો પોલિસીમાં વધુ પડતાં નેગેટિવ ફેક્ટર જોવા મળશે તો નિફ્ટી 16200 સુધી ઘટવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બેન્ક નિફ્ટીઃ સ્મોલ બોડી બેરિશ કેન્ડલ નેગેટિવ સંકેત

બેન્ક નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં લોંગર લોઇર શેડો સાથેની સ્મોલ બોડી બેરિશ કેન્ડલ રચાયેલી છે. જે મુજબ જો બેન્ક નિફ્ટી સતત 35250 પોઇન્ટની નીચે રહેતો વીકનેસ વધતી રહી શકે છે. નીચામાં 34750- 34500 સુધી પણ જઇ શકે. 35500- 35570 પોઇન્ટના રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવા.

પાંચ ફેક્ટર્સ જેના કારણે માર્કેટમાં સર્જાયો રકાસ

  • બુધવારે RBI રેપોરેટમાં 40-50 bpsનો વધારો કરે તેવી દહેશત
  • ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 120 ડોલરની સપાટીએ
  • ઇન્ફ્લેશનની સાથે સાથે મોંઘવારીમાં પણ વધારો થવાની દહેશત
  • વૈશ્વિક શેરબજારોમાં જિયો પોલિટિકલ ક્રાઇસીસથી ડામાડોળ સ્થિતિ
  • વિદેશી નાણાકીય સંસ્થાઓની કેલેન્ડર વર્ષમાં એકધારી વેચવાલી

સેક્ટોરલ્સમાં એક ટકા સુધીનો સુધારો/ઘટાડો એક નજરે

સુધર્યાઘટ્યા
એનર્જી 1.05 ટકાએફએમસીજી 1.42 ટકા
ઓઇલ 1.19 ટકાઆઇટી 1.42 ટકા
 બેન્કિંગ 0.85 ટકા
 સીજી 1.53 ટકા
 રિયાલ્ટી 1.57 ટકા
 ટેકનોલોજી 1.32 ટકા

સેન્સેક્સ નિફ્ટી માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ (બુધવાર માટે)

સેન્સેક્સ55107.34-569.98સપોર્ટ55000- 54965રેઝિસ્ટન્સ55600- 55785
નિફ્ટી16416.35-153.20સપોર્ટ16400- 16345રેઝિસ્ટન્સ16504- 16600