વ્હીસલ બ્લોઅરની ઇન્વેસ્કો ફંડ સામે ફરિયાદ
ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ દ્રારા ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ્સના વહીવટમાં ગેરરિતીઓ આચરી હોવાની ફરીયાદ એક વ્હિસલ બ્લોઅરે નોંધાવી છે. વ્હીસલ બ્લોઅરે સેબી તેમજ યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (યુએસ એએસઇ) સમક્ષ ફરીયાદ કરવા ઉપરાંત મુંબઇ હાઇકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરી છે. જે એડમિશનના પ્રથમ તબક્કામાં હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વ્હિસલ બ્લોઅર ઇન્વેસ્કો ફંડ હાઉસ સાથે કામ કરતો હતો જેને ફરીયાદ કર્યાના થોડા દિવસો બાદ નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. સેબીએ આ મુદ્દે આંતરીક તપાસ હાથ ધરી હોવાનું કહેવાય છે. જોકે સામે પક્ષે ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયાએ એવો ખૂલાસો કર્યો છે કે, તે તમામ નિતીઓ અને પ્રોસેસ જાળવી રાખે છે અને સતત વૈશ્વિક બેસ્ટ પ્રથા સાથે બાબતોનું સંચાલન કરે છે.