નવી દિલ્હી, ઑક્ટોબર 30: વર્કપ્લેસ ટ્રાન્સફોર્મેશન અભૂતપૂર્વ ગતિથી વધી રહ્યું છે, LinkedIn ના ઉદ્ઘાટન વર્ક ચેન્જ સ્નેપશોટના નવા ડેટા પરથી જાણવા મળ્યું છે કે 2024માં વૈશ્વિક સ્તરે નિમણૂક કરાયેલા 10% કર્માચરી એવા હોદા ધારણ કરશે જે 2000માં હાજર નહોતા. સસ્ટેનેબિલિટી મેનેજર, AI એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, સોશિયલ મીડિયા મેનેજર અને કસ્ટમર સક્સેસ મેનેજર જેવી ભૂમિકાઓ હવે સામાન્ય થઇ ગઈ છે.

LinkedInના વર્ક ચેન્જ સ્નેપશોટ પરથી જાણવા મળે છે કે 5,000 થી વધુ વૈશ્વિક બિઝનેસ લીડર્સ પર કરવામાં આવેલા અભ્યાસમાં ભારતમાં 82% લીડર્સ સહમત છે કે કામ પર પરિવર્તનની ગતિ ઝડપી થઈ રહી છે.

ભારતમાં 10માંથી 9 લોકો એ ઓછામાં ઓછા એક રીતે ટેક્નોલોજીથી તેમની ટીમને ફાયદો પહોંચાડી શકે છે અને 10માંથી 7 2025માં AI ટૂલ્સ અપનાવવાની ટોચની અગ્રતા બનાવી છે. LinkedIn ટેલેન્ટ સોલ્યુશન્સના ઈન્ડિયા હેડ રૂચિ આનંદે જણાવ્યું હતું કે, “AI વર્કપ્લેસને પહેલાં કરતાં કયાંય વધુ બદલી રહ્યું છે. જ્યારે ભારતમાં લગભગ 82% પ્રોફેશનલ્સ ઝડપી પરિવર્તનની અસર અનુભવી રહ્યા છે. આપણે 2025 તરફ નજર કરીએ છીએ તેમ-તેમ, વ્યવસાયો ઝડપથી AI અપનાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. સાથો સાથ પોતાના લોકોને અપકિલિંગ અને રિસ્કિલિંગમાં અર્થપૂર્ણ રોકાણ પણ કરી રહ્યા છે.

LinkedIn એ નવા AI-સંચાલિત ટુલની જાહેરાત કરી

ભારતમાં 69% એચઆર પ્રોફેશનલ્સ જણાવે છે કે કામ પર તેમની પાસેથી અપેક્ષાઓ ક્યારેય આટલી બધી નહોતી. વધુમાં 10માંથી 6 સ્વીકારે છે કે એકલો અનુભવ હવે સ્પર્ધાત્મક રહેવા માટે પૂરતો નથી, અને અડધાથી વધુ લોકો સ્વીકારે છે કે કારકિર્દીની વૃદ્ધિ હવે AIને સ્વીકારવા પર નિર્ભર કરે છે. Recruiter 2024ના લૉન્ચ બાદથી પોતાના પહેલા જનરેટિવ AI હાયરિંગ અનુભવ, LinkedIn એ હાયરર્સને લાયકાત ધરાવતા ઉમેદવારોને ઝડપથી શોધવાના તેમના ધ્યેયને પૂર્ણ કરવામાં મદદ કરી છે. HR ટીમોને તેમના સૌથી વ્યૂહાત્મક, લોકો-કેન્દ્રિત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે LinkedIn એ નવા AI ઉત્પાદનો અને સાધનો લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)