અમદાવાદ, 23 મેઃ છેલ્લા ચાર વર્ષમાં ભારતીય REITs દ્વારા રૂ. 12,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સના સંયુક્ત કરતાં વધુ છે. પ્રોફેશનલ ટીમો દ્વારા સંચાલિત પ્રોફેશનલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની નિયમનકારી, પારદર્શક અને લિક્વિડ પદ્ધતિ ગણાય છે. માત્ર ચાર વર્ષમાં, રોગચાળા અને બજારની નોંધપાત્ર અસ્થિરતા વચ્ચે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) એ ઘણી લાંબી મજલ કાપી છે. આજે 4 REITs છે જેમાં રૂ. 73,000 કરોડનું ઇક્વિટી માર્કેટ કેપિટલાઇઝેશન, 105 મિલિયન ચોરસ ફૂટ કોમર્શિયલ સ્પેસનો સમાવેશ થાય છે અને ભારતીય ઓફિસ અને રિટેલ સેક્ટરમાં ફેલાયેલો છે.

તાજેતરમાં આ એસેટ ક્લાસે 2019થી ભારતીય REITs દ્વારા રૂ. 12,000 કરોડના વિતરણને વટાવીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સમગ્ર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સની રચના કરતી રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા વિતરિત કરાયેલ સંયુક્ત ડિવિડન્ડથી વધુ છે. ભારતીય બજારમાં પ્રથમ લિસ્ટેડ REIT એમ્બેસી REIT એકલાએ એપ્રિલ 2019 માં તેની લિસ્ટિંગ પછી રૂ. 7,800 કરોડથી વધુનું વિતરણ કર્યું છે અને તેના રિટેલ યુનિટધારકનો આધાર 75,000 થી વધુ રોકાણકારો સુધી વધ્યો છે.

છેલ્લાં ચાર વર્ષમાં એમ્બેસી  REITએ 10 મિલિયન ચોરસફૂટથી વધુ ભાડાપટ્ટે આપ્યું છે અને મહામારીના પડકારો વચ્ચે પણ 100 ટકા ભાડું એકત્રિત કર્યું છે. REITs આવકનું સર્જન કરતી મિલકતોમાં ઓછામાં ઓછી 80% સંપત્તિ ધરાવતા હોવા જરૂરી છે અને અર્ધ-વાર્ષિક રૂપે ઓછામાં ઓછો 90% રોકડ પ્રવાહ ચૂકવવાનું ફરજિયાત છે.

REITs – ભારતીય કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની યોગ્ય રીત

એમ્બેસી REITના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઋત્વિક ભટ્ટાચાર્યજીએ જણાવ્યું હતું કે REITs રિટેલ રોકાણકારોને બે શક્તિશાળી રીતે પ્રવાહી, પારદર્શક અને અત્યંત નિયંત્રિત સ્વરૂપે ગ્રેડ A કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં એક્સપોઝર પ્રદાન કરે છે. પ્રથમ, REITs ને તેમના યુનિટધારકોને ઓછામાં ઓછા 90% નેટ વિતરિત કરી શકાય તેવા રોકડ પ્રવાહની ચૂકવણી કરવાનું ફરજિયાત છે. તેથી, રોકાણકારો વિતરણ દ્વારા નિયમિત આવક મેળવે છે. બીજું, રોકાણકારોની મૂડી પણ વધે છે, કારણ કે REITs એ વેકેન્ટ સ્પેસ લીઝ અપ, રેન્ટલ એસ્કેલેશન્સ અને માર્કેટ રેન્ટ્સ પર અથવા તેનાથી ઉપરના નોંધપાત્ર રેન્ટલ રિવર્ઝન દ્વારા મજબૂત એમ્બેડેડ વૃદ્ધિની સંભાવના સાથે અસરકારક રીતે ઊંચા ડિવિડન્ડ સ્ટોક્સ છે. REIT ડિસ્ટ્રિબ્યુશનની કર કાર્યક્ષમતા અને તેમની પોષણક્ષમતા, જેમાં વ્યક્તિ પ્રતિ યુનિટ રૂ. 100 – રૂ. 400 જેટલા ઓછા ભાવે REITનો માત્ર એક શેર ખરીદી શકે છે.