અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 130% રેલીની આગાહી
કેન્ટરના વિશ્લેષણ મુજબ આછામાં ઓછા આગામી દાયકા સુધી વૃદ્ધિ ચાલુ રહેશે
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના શેર વૈવિધ્યસભર વ્યવસાયમાં મજબૂત વૃદ્ધિ સાથે 130% રેલી કરી શકે છે. રિસર્ચ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે અદાણી ગ્રૂપના પાવર ટ્રાન્સમિશન આર્મનું ‘ઓવરવેઇટ’ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું હતું. BSE પર અગાઉના રૂ. 979.45ના સામે તેણે શેર દીઠ રૂ. 2,251નો લક્ષ્યાંક ભાવ આપ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કેન્ટરના એક અહેવાલ મુજબ ઝડપથી વિસ્તરી રહેલા એનર્જી માર્કેટમાં પકડ જમાવવા તે આકર્ષક રીત હોઈ શકે છે.
AESL યુ.એસ., યુરોપ અથવા એશિયામાં અન્ય જાહેરમાં ટ્રેડેડ યુટિલિટી અને એનર્જી કંપની કરતાં વધુ વૃદ્ધિ પ્રદાન કરે છે. રિસર્ચ ફર્મને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2024 થી 2027 દરમિયાન કંપનીની આવક 20% ના CAGR પર વધશે. દરમિયાન બ્રોકરેજ ફર્મ જેફરીઝે જણાવ્યું હતું કે પાવર ડિસ્ટ્રિબ્યુશન ભારતમાં તેજી પામતા સ્માર્ટ મીટરિંગ માર્કેટનો લાભ ઉઠાવવા માટે તૈયારી કરી રહ્યું છે. સરકાર 2026 સુધીમાં 25 કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. જેફરીઝે શેર પર ‘બાય’ રેટિંગ સાથે 38% ઉછાળાના સંકેત આપ્યા છે. AESL ભારતના અગ્રણી સ્માર્ટ મીટરિંગ ઈન્ટિગ્રેટર બનવાની તૈયારીમાં છે. AESL ઉર્જા લેન્ડસ્કેપમાં સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ પરિવર્તન લાવવા ઉત્પ્રેરક છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)