IPO ખૂલશે8 સપ્ટેમ્બર
IPO બંધ થશે12 સપ્ટેમ્બર
ફેસવેલ્યૂરૂ. 10
પ્રાઇસરૂ. 23/શેર
લોટ6000 શેર્સ
ઇશ્યૂ સાઇઝ7422000 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 17.07 કરોડ
ઇશ્યૂ ટાઇપએફપીઓ
લિસ્ટિંગએનએસઇ ઇમર્જ

પ્રારંભિક જાહેર ઓફરમાં 7422000નો નવો ઈશ્યુ અને રૂ.ની નિશ્ચિત કિંમતે વેચાણ માટે કોઈ ઓફર (OFS)નો સમાવેશ થશે. 23/- પ્રતિ ઇક્વિટી શેર

અમદાવાદ 5 સપ્ટેમ્બરઃ ઇન્ડસ્ટ્રીયલ ગાર્મેન્ટ્સ અને સેફ્ટી ગ્લવ્ઝના ઉત્પાદનના બિઝનેસમાં સંકળાયેલ તથા વૈશ્વિક અને ઘરેલું સ્તરે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) માર્કેટના અગ્રણી પ્લેયર જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિ. (જેએસઆઇએલ)નો SME IPO સબસ્ક્રિપ્શન માટે 8 સપ્ટેમ્બર 2023ના રોજ શુક્રવારે ખૂલશે. કાર્યકારી મૂડીની જરૂરિયાતને પૂરી કરવા કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક જામીનગીરી વગરની લૉનની પરત ચૂકવણી કરવા જનરલ કૉર્પોરેટ હેતુ માટે અને પ્રોસ્પેક્ટસ મુજબ કેટલાક ખર્ચાઓને પહોંચી વળવા કંપનીની યોજના આ SME IPO મારફતે રૂ. 17.07 કરોડ એકઠાં કરવાની છે. આ પબ્લિક ઇશ્યૂને સબસ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023 છે. જીવણરામના આ ઇશ્યૂને એફિનિટી ગ્લોબલ કેપિટલ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ (એજીસીએમપીએલ) મેનેજ કરી રહી છે. કંપનીના શૅર એનએસઈ ઇમર્જ (NSE EMERGE) પ્લેટફૉર્મ પર લિસ્ટેડ થશે. કેમીયો કૉર્પોરેટ સર્વિસિઝ લિમિટેડ એ આ ઑફરના રજિસ્ટ્રાર છે અને ગિરિરાજ સ્ટોક બ્રોકિંગ પ્રા. લિ. એ આ ઇશ્યૂના માર્કેટ મેકર છે. આ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગમાં 7422000નો નવો ઈશ્યુ અને નિશ્ચિત કિંમતે વેચાણ માટે કોઈ ઓફર (OFS)નો સમાવેશ થશે 23/- પ્રતિ ઇક્વિટી શેર જે કુલ મળીને રૂ. 17.07 કરોડ થવા જાય છે. ઇક્વિટી શૅરનું અંકિત મૂલ્ય (ફેસ વેલ્યૂ) શૅર દીઠ રૂ. 10 છે અને ઇશ્યૂની કિંમત ઇક્વિટી શૅરના અંકિત મૂલ્યના 2.3 ગણી છે.અરજી ઓછામાં ઓછા 6000 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 6000 ઇક્વિટી શૅરના ગુણાંકમાં હોવી જોઇએ જે અરજી દીઠ રૂ. 1.38 લાખ થવા જાય છે.

1997માં સ્થાપિત જીવનરામ શિયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઔદ્યોગિક સલામતી ગ્લોવ્સ અને ગારમેન્ટ્સનું ઉત્પાદન અને નિકાસ કરે છે. કંપની ઔદ્યોગિક વસ્ત્રો અને ગ્લોવ્સનું ઉત્પાદન કરે છે અને માથાથી પગ સુધી સલામતી વસ્ત્રો વર્કવેર અને વધુની નિકાસ કરે છે. તે બરુઇપુર નંદનકાનન અને ફાલ્તા SEZ પશ્ચિમ બંગાળમાં સ્થિત ઉત્પાદન એકમો ધરાવે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

PeriodMar21Mar22Mar23
એસેટ્સ12104.1711377.2512112.36
આવક3281.343414.894598.41
ચો. નફો2.98149.69402.65
નેટવર્થ4307.144428.274802.36
કુલ દેવા4883.695230.925258.99
(આંકડા રૂ. લાખમાં)

જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિ.ના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર આલોક પ્રકાશે જણાવ્યું કે ‘અમે ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો નવીનીકરણ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વૈશ્વિક અને ઘરેલું ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ માર્કેટમાં શ્રેષ્ઠતા લાવવા માટે કટિબદ્ધ છીએ. નવા સેગમેન્ટ માટે ઉત્પાદનોનું સેમ્પલિંગ પણ કરી રહ્યાં છીએ. અમે કેઝ્યુઅલ વર્ક વૅરમાં પગરણ માંડવા જઈ રહ્યાં છીએ જે અમારા ઉત્પાદનોના વર્તમાન પોર્ટફોલિયોનું સાહજિક વિસ્તરણ છે.

ઇશ્યૂનો હેતુ એક નજરે

આ ઇશ્યૂમાંથી થનારી આવકમાંથી કંપની રૂ. 2 કરોડનો ઉપયોગ કેટલાક ઋણની પરત ચૂકવણી/પૂર્વ-ચૂકવણી માટે કરશે રૂ. 9.1 કરોડને કાર્યકારી મૂડી તરીકે ઉપયોગમાં લેશે અને રૂ. 3.2 કરોડ જનરલ કૉર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેશે. આ ઇશ્યૂ બાદ કંપનીની શૅર મૂડી વધીને રૂ. 24.74 કરોડ થઈ જશે જે આ પબ્લિક ઇશ્યૂ પહેલા રૂ. 17.32 કરોડ હતી. પ્રમોટરો અને પ્રમોટરોનું જૂથ આ કંપનીમાં 99.996 ટકા હિસ્સો ધરાવે છે. આ આઇપીઓ બાદ પ્રમોટરોના જૂથ પાસે 70.01 ટકા હિસ્સો રહેશે.

કંપનીની ઉત્પાદન કામગીરી એક નજરે

જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે વર્ષ 1997માં જ્યારે સૌપ્રથમ વખત બિઝનેસની શરૂઆત કરી ત્યારથી જ પીપીઈનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ કંપનીએ અત્યાધુનિક પ્રોડક્શન પ્લાન્ટનું નિર્માણ કર્યું અને યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેન જર્મની અને બેલ્જિયમમાં નિકાસ કરવાની શરૂઆત કરી. જેએસઆઇએલ બજારમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે કારણ કે યુરોપ અમેરિકા અને મિડલ ઇસ્ટમાં તેણે તેના ઉચ્ચ-ગુણવત્તાના ઉત્પાદનોની મદદથી નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. જેએસઆઇએલ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સેક્ટરમાં 20 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે. તે 20થી વધુ દેશોમાં તેની ભૌગોલિક પહોંચ ધરાવે છે.