Bull and Bear -Stock Market Trends

ટેકનિકલી નિફ્ટીએ બુધવારે 16700 અને ત્યારબાદ એક તબક્કે 16600ની મહત્વની ટેકાની સપટી તોડી ત્યારે માર્કેટમાં મોટા કડાકાની દહેશત સેવાતી હતી. પરંતુ નિફ્ટીએ 16500- 16400ની મહત્વની ટેકાની સપાટીઓ જાળવી રાખી છે. તે જોતાં માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ 16500 પોઇન્ટ મહત્વનો ટેકો સાબિત થશે તેવું હાલના ટ્રેન્ડ ઉપરથી જણાય છે. ઉપરમાં જ્યાં સુધી 17000 પોઇન્ટ ક્રોસ કરે નહિં ત્યાં સુધી મોટી તેજીની શક્યતા ઓછી હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.

સેન્સેક્સમાં શરૂઆતી 898 પોઇન્ટનો સુધારો FIIની વેચવાલીથી ધોવાયો

આરબીઆઇના 0.40 ટકા પછી પછી ફેડ રિઝર્વે પણ આક્રમક 0.50 ટકાના વ્યાજદર વધારાના પગલે અમેરીકી શેરબજારોમાં મંદીનો માહોલ છતાં ભારતીય શેરબજારો સવારે પોઝિટિવ ટોન સાથે ખુલ્યા હતા. પરંતુ વિદેશી રોકાણકારોના વેચવાલીના આક્રમણ સામે સેન્સેક્સમાં જોવા મળેલો પ્રારંભિક 898 પોઇન્ટનો સુધારો ધોવાયો હતો. અંતે માત્ર 33.20 પોઇન્ટના સુધારા સાથે 55702.23 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી માત્ર 5.05 પોઈન્ટ વધીને 16682.65 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડી નજીવી વધી 259.65 લાખ કરોડની સપાટીએ પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 16 પૈસાની મજબૂતી સાથે 76.24 બંધ રહ્યો હતો.

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

વિગતબંધ+/-
ટેક મહિન્દ્રા1263.554.07%
ઇન્ફી1585.253.21%
HCL ટેક1071.952.66%
ઇન્ડસઇન્ડ બેંક936.15-4.32%
નેસ્લે ઇન્ડિયા17599.35-2.76%

ભારતીય શેરબજારમાં પોઝિટવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આરબીઆઇ દ્વારા વ્યાજ વધારો આપ્યા બાદ ફેડરલ રિઝર્વે પણ આક્રમક 0.50 પોઇન્ટનો વધારો આપ્યો છે છતાં માર્કેટમાં મજબૂત સ્થિતી જોવા મળી હતી. જેની પાછળનું મુખ્ય કારણ યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે હવે પછીની મળનારી બેઠકમાં વ્યાજદર વધારો હાલ પુરતો નકારી કાઢ્યો છે જેના પરિણામે બજારને સપોર્ટ મળ્યો હતો. સેન્સેક્સ શરૂઆતી તબક્કામાં 898 પોઇન્ટનો વધારો થઇ ઇન્ટ્રા-ડે 56566.80 પોઇન્ટની સપાટીએ પહોંચ્યા બાદ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી રહી હતી. યુએસ ઇક્વિટીઝમાં તેજી જોવા મળી છે. 2020 પછીનો સૌથી મોટો એક દિવસીય સુધારો રહ્યો હતો. ફેડરલ રિઝર્વની ટિપ્પણીઓ પછી સેન્ટ્રલ બેંક 75 બેસિસ પોઈન્ટના ઊંચા વ્યાજ દરમાં વધારો કરવા અંગે વિચારણા કરે તેવી શક્યતા નથી જેના પગલે બજારને વેગ મળ્યો હતો. સ્થાનિક બજારમાં ટેક મહિન્દ્રા સૌથી વધુ 4.07 પોઇન્ટ વધ્યો હતો ત્યારબાદ ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક વધી બંધ રહ્યાં હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઘટ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ 1814 સ્ક્રીપ્સમાં ઘટાડો

સેન્ટીમેન્ટ સલામતી ભર્યું: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3461 પૈકી 1529 સ્ક્રીપ્સમાં સુધારો અને 1814 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સલામતી ભર્યું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 14 સ્ક્રિપ્સ વધી હતી. 79 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 49 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 11 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 7માં નીચલી સર્કિટ જોવા મળી હતી.

વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી યથાવત

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ 0.50 પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે જેની અસરે વિદેશી રોકાણકારો પોતાનું ફંડ વૈશ્વિક બજારોમાંથી સતત પાછુ ખેંચી રહ્યાં છે. આજે વધુ 2074.74 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ 2229.31 કરોડની ખરીદીનો સપોર્ટ કર્યો હતો.