2023માં સોનું ₹ 62,000 અને ચાંદી ₹ 80,000 થવાની ધારણા
મુંબઈ: ઇસ્વીસન 2022ના વર્ષ દરમિયાન સોના-ચાંદીમાં વોલેટિલિટી વચ્ચે પણ ઇન્વેસ્ટર્સને ખાસ કમાવા મળ્યું નથી. પરંતુ મોટાભાગના નિષ્ણાતો અને બજાર પંડિતો એવી આગાહી કરી રહ્યા છે કે, સોના- ચાંદી માટે નવું કેલેન્ડર વર્ષ 2023 સારું રિટર્ન આપનારું પૂરવાર થઇ શકે છે. ICICI ડાયરેક્ટ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે, 2023માં સોનું રૂ. 62000 અને ચાંદી રૂ. 80000ની સપાટી સુધી વધવાની ધારણા છે.
ઇન્સ્ટિટ્યુટસ દ્વારા જાહેર કરાયેલી મહત્વની ધારણાઓ એક નજરે
- ગોલ્ડના ભાવ 10 ગ્રામદીઠ ₹ 62,000 તરફ આગેકૂચ કરશે, ઓલ ટાઇમ હાઈ થશે
- સિલ્વરના ભાવ ફરી વધીને કિલોગ્રામદીઠ ₹ 80,000 તરફ આગેકૂચ કરશે
- કોપરના ભાવ કિલોગ્રામદીઠ ₹ 850 તરફ આગેકૂચ કરશે
- એલ્યુમિનિયમના ભાવ ઊંચા રહેશે અને કિલોગ્રામદીઠ ₹ 260 તરફ આગેકૂચ કરશે
- ઝીંકના ભાવ કિલોગ્રામદીઠ ₹ 350 થશે અને
- ક્રૂડના ભાવ વર્ષ 2023માં પ્રમાણમાં સ્થિર જળવાઈ રહેશે
સંદર્ભ માટે ઉપરોક્ત કોમોડિટીઓ માટે 28 ડિસેમ્બરના બંધ ભાવ લીધા છે અને ICICI ડાયરેક્ટની કિંમતની ધારણા ટકાવારીમાં ફેરફાર સ્વરૂપે વ્યક્ત કરી છેઃ
કોમોડિટી | વર્તમાન ભાવ | YTD % ફેરફાર | વર્ષ 2022-23 માટે ટાર્ગેટ | હાલની સરખામણીમાં % ફેરફાર |
ગોલ્ડ (₹/ 10 ગ્રામ) | 54,730 | 13.79 | 62,000 | 13.28 |
સિલ્વર (₹/કિલો) | 68,870 | 9.91 | 80,000 | 16.16 |
કોપર (₹/કિલોગ્રામ) | 724 | -2.36 | 850 | 17.40 |
એલ્યુ. (₹/કિલો) | 208.40 | -6.71 | 260 | 24.76 |
ઝિંક (₹/કિલોગ્રામ) | 272.40 | -4.52 | 350 | 28.49 |
ICICI ડાયરેક્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, IMFની વૈશ્વિક GDPની સંશોધિત ધારણા, મોંઘવારીમાં ઘટાડા, વ્યાજદરમાં વધારો અટકતાં, ડોલર નબળો પડતાં અને ચીનનું બજાર ફરી ખુલવાથી વૈશ્વિક કોમોડિટીઓનું બજાર વર્ષ 2023માં મિશ્ર પ્રવાહ દર્શાવે એવી ધારણા છે તથા અત્યારે વૈશ્વિક અર્થતંત્ર ઘટાડો અનુભવે છે. આની કોમોડિટીઓના બજાર પર મિશ્ર અસર થવાની શક્યતા છે.
મુજબ, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થવા છતાં ક્રૂડ ઓઇલના બજારને વર્ષ 2022માં મોટો ફટકો પડ્યો છે, કારણ કે ઉત્પાદન અને માગ લગભગ સંતુલિત રહ્યાં હતાં. વર્ષ 2023માં ચીનનું બજાર ફરી ખુલવાથી અને ઓપેક ઓઇલનું ઉત્પાદન ઘટાડવાથી એક વાર ફરી વૈશ્વિક સ્તરે ઓઇલનો વપરાશ વધવાની ધારણા છે. કોવિડ-19ના નિયંત્રણો નબળાં પડવાથી અવરજવરમાં વધારો થશે એવી શક્યતા છે, જેના પરિણામે ચીનની ક્રૂડ ઓઇલની આયાત વધશે. આ પૃષ્ઠભૂમિમાં એમસીએક્સ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સની કિંમત બેરલદીઠ ₹ 7850 તરફ આગેકૂચ કરશે એવી ધારણા છે. વર્ષ 2022માં અસમાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ચીનની વેપારમાં મર્યાદિત ભાગીદારીને કારણે મૂળભૂત ધાતુઓની કિંમતોમાં મોટી વધઘટ જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે મૂળભૂત ધાતુનાં બજારમાં વર્ષ 2023માં ખાધની ધારણા છે, જે મહત્વપૂર્ણ ઉત્પાદકો પાસેથી પુરવઠાના નિયંત્રણોનું પરિણામ છે. નબળાં ડોલર, ચીનના વપરાશમાં સંભવિત વૃદ્ધિ અને ઇન્વેન્ટરીમાં ઘટાડાને કારણે મૂળભૂત ધાતુનાં બજારમાં વર્ષ 2023માં સકારાત્મક ગતિ જોવા મળશે એવી ધારણા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)