IPO Listing: આવતીકાલે 3 આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ
અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ આવતીકાલે બે સ્મોલ ફાઈનાન્સ કંપનીઓ અને એક ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ ડિસ્ટ્રિબ્યૂટરનો આઈપીઓ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને રાશી પેરિફેરલ્સના આઈપીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.
કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ કુલ 4.17 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 6.86 ગણુ, એનઆઈઆઈ 5.43 ગણો, અને રિટેલ 2.60 ગણો સબ્સક્રાઈબ્ડ થયો હતો. જના સ્મોલ ફાઈનાન્સ બેન્કનો ઈશ્યૂ કુલ 19.89 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 39.81 ગણો, એનઆઈઆઈ 20.94 ગણો અને રિટેલ 5.70 ગણો ભરાયો હતો. જ્યારે રાશી પેરિફેરલ્સ લિ.નો ઈશ્યૂ સૌથી વધુ 62.95 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ 11.01 ગણી, એનઆઈઆઈએ 50.38 ગણી અરજી કરી હતી. ક્યુઆઈબીએ સૌથી વધુ 151.45 ગણો સબ્સ્ક્રાઈબ કર્યો હતો.
ગ્રે માર્કેટમાં Capital Small Finance IPO માટે કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા નથી. જ્યારે jana Small Finance bank IPO માટે રૂ. 414ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 30 પ્રીમિયમ જોવા મળ્યા છે. જે લિસ્ટિંગ 7-10 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ દર્શાવે છે. Rashi Peripharals IPO માટે રૂ. 311ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 60 ગ્રે પ્રીમિયમ છે. જેનું લિસ્ટિંગ 19 ટકા પ્રીમિયમે થવાની અપેક્ષા છે.
આઈપીઓ નિષ્ણાતોના મતે, શેરબજારમાં હાલ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કરેક્શનના દોર વચ્ચે આઈપીઓ પ્રીમિયમે લિસ્ટેડ થાય તે મહત્વનું છે. તેમજ ટૂંકાગાળાના રોકાણકારોએ મળતો નફો બુક કરવા સલાહ છે.
પ્રાઈમરી માર્કેટમાં આજે વધુ એક Vibhor Steel Tubesનો આઈપીઓ ખૂલ્યો છે. કંપની રૂ. 141-151ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 72.17 કરોડનુ ફંડ એકત્ર કરવા જઈ રહી છે. ઈશ્યૂ 15 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. લિસ્ટિંગ 20 ફેબ્રુઆરીએ થશે. બીજી તરફ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો આઈપીઓમાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. કંપની રૂ. 1195-1258ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 1600 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)