360 વન એસેટે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ લોન્ચ કર્યું
મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (“360 વન એસેટ”), એ ‘360 વન બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ એ કેટેગરીમાં પ્રથમ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ છે. આ એક ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ છે.
એનએફઓ 04 સપ્ટેમ્બર 2023થી 18 સપ્ટેમ્બર 2023 સુધી ખુલ્લો રહેશે.
એપ્લિકેશનની લઘુત્તમ રકમ રૂ. 1,000 છે (અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં.)
સ્કીમ 03 ઓક્ટોબર, 2023થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલશે.
360 વન બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ રોકાણકારોને ફ્લેક્સિબિલિટીના લાભ સાથે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ એસેટ ક્લાસ બંનેની એક્સેસ પ્રદાન કરે છે કારણ કે ફંડ મેનેજરો પ્રવર્તમાન બજાર પરિસ્થિતિઓ સાથે રોકાણને સુસંગત કરવા ઇક્વિટી અને ડેટ બંને માટે 40-60%ની રેન્જમાં એલોકેશનને ડાયનેમિકલી એડજસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઇક્વિટી પોર્ટફોલિયો એસસીડીવી (સેક્યુલર-સાયક્લિકલ-ડિફેન્સિવ-વેલ્યુ ટ્રેપ્સ) ફ્રેમવર્ક પર આધારિત હશે જે ફંડને વિવિધ માર્કેટ સેગમેન્ટમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. તે તકોનો લાભ લેવા માટે ઈન-ડેપ્થ ફંડામેન્ટલ રિસર્ચ પર આધારિત બોટમ-અપ સ્ટોક સિલેક્શનનો અભિગમ અપનાવે છે.
ફિક્સ્ડ ઇન્કમ એલોકેશનમાં ઉચ્ચતમ ક્રેડિટ ક્વોલિટી (80%-100% એએએ એલોકેશન) અને ઓછા વ્યાજ દરના જોખમને જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉપાર્જિત વ્યૂહરચના અપનાવાઈ છે. 360 વન એસેટના કો-ફાઉન્ડર અને સીઆઈઓ અનુપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ઉદ્દેશ્ય રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન્સ મેળવવાનો તથા બજારની અસ્થિરતા દરમિયાન નુકસાનને ઘટાડવાનો પ્રયાસ કરવાનો છે.