360 વન એસેટે ગોલ્ડ ઇટીએફ લોંચ કર્યું

મુંબઇ, 25 ફેબ્રુઆરી: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ) (360 વન એસેટ)એ 360 વન ગોલ્ડ ઇટીએફ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) ઘરેલુ સોનાની કિંમતોને અનુસરવા અથવા ટ્રેક કરવા માટે ડિઝાઇન કરાયું છે. આ પેસિવ રીતે મેનેજ થતું ફંડ રોકાણકારોને તરલતા, પારદર્શિતા અને ખર્ચ-કાર્યક્ષમતા સાથે સોનામાં એક્સપોઝર પ્રાપ્ત કરવાનો સુવિધાજનક અને કાર્યક્ષમ રીતે પ્રદાન કરે છે.
ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 20 ફેબ્રુઆરી, 2025થી 28 ફેબ્રુઆરી, 2025 સુધી ખુલ્લો રહેશે. અરજીની લઘુત્તમ રકમ રૂ. 500 (અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં) રહેશે. એનએફઓની કિંમત પ્રતિ યુનિટ રૂ. 10 છે.
360 વન ગોલ્ડ ઇટીએફ તેની કુલ એસેટના ઓછામાં ઓછા 95 ટકા ગોલ્ડ અને ગોલ્ડ-સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરશે, જે ઘરેલુ સોનાની કિંમતોમાં વધઘટ સાથે જોડાણ સુનિશ્ચિત કરે છે. બાકીના 5 ટકા ડેટ અથવા મની માર્કેટ સિક્યુરિટીઝમાં ફાળવી શકાય છે, જેથી તરલતા અને સંચાલકીય જરૂરિયાતોને મેનેજ કરી શકાય.
આ ફંડને 360 વન એસેટના ફંડ મેનેજર રાહુલ ખેતાવત દ્વારા મેનેજ કરવામાં આવશે તથા તેના બેંચમાર્ક તરીકે ઘરેલુ સોનાની કિંમતોને અનુસરશે. ઉલ્લેખનીય છે કે ઇટીએફ શૂન્ય એક્ઝિટ લોડ ધરાવે છે, જે રોકાણકારો માટે ફ્લેક્સિબિલિટી સુનિશ્ચિત કરે છે.
આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં 360 વન એસેટના સીઇઓ રાઘવ આયંગરે કહ્યું હતું કે,360 વન ગોલ્ડ ઇટીએફ ખાતે અમારો ઉદ્દેશ્ય સોનામાં રોકાણનો સુવિધાજનક, પારદર્શક અને કાર્યક્ષમ રીતે પ્રદાન કરવાનો છે, જેમાં ભૌતિક માલિકીની કોઇ સમસ્યા ન રહે.
360 વન એસેટના ફંડ મેનેજર રાહુલ ખેતાવતે ઉમેર્યું હતું કે,અમારું ગોલ્ડ ઇટીએફ તરલતા અને કાર્યક્ષમતા ઓફર કરવાની સાથે-સાથે સોનાની કિંમતોને ટ્રેક કરવા ડિઝાઇન કરાયું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)