મેઇનબોર્ડમાં અદાણીનો IPO પાછો ખેંચાયા પછી ઇશ્યૂઓનો દુષ્કાળ

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023 પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટ માટે સુસ્તી અને નિરાશાઓથી શરૂ થઇ રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન સંખ્યાબંધ મોરચે અનિશ્ચિતતાઓ અને અવરોધો વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી તેમજ મોટાભાગના સેક્ટોરલ્સ અથડાયેલા રહ્યા છે. તેની પાછળ પ્રાઈમરી માર્કેટમાં ખાસ કરીને મેઇન બોર્ડ આઇપીઓ માટે ડ્રાય સાબિત થયો છે. મોટાભાગના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર અદાણી જૂથની ફ્લેગશીપ કંપનીના ઇશ્યૂમાં પારોઠના પગલાં ભરાયા બાદ મોટાભાગની કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં પગ મૂકતાં ગભરાઇ રહી છે. જ્યાં સુધી સેકન્ડરી માર્કેટ ફરી સુધારાના પંથે વળે નહિં અને વિદેશી નાણાકીય પ્રવાહ શરૂ થાય નહિં ત્યાં સુધી પ્રાઇમરી માર્કેટમાં સુસ્તી રહેવાની તેવું બજાર નિષ્ણાતોનું માનવું છે.

એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે 4 નવા ઇશ્યૂઓની એન્ટ્રી થવાની સંભાવના છે. તે પૈકી 3ની ડેટ ડિકલેર થઇ ગઇ છે. જ્યારે એક આઇપીઓ પાઇપલાઇનમાં છે. ગ્રે માર્કેટ તેમજ લિસ્ટિંગ સમયે રોકાણકારો સારો એવો બેનિફિટ મેળવી રહ્યા હોવાથી એસએમઇ આઇપીઓમાં નાના રોકાણકારો પણ સિન્ડિકેટ રચીને આઇપીઓ એપ્લાય કરી રહ્યા હોવાના અહેવાલ છે.

SME IPO List 2023 (BSE SME & NSE Emerge)

કંપનીએક્સચેન્જખુલશેબંધ થશેઇશ્યૂ પ્રાઇસ (Rs)ઇશ્યૂ સાઇઝ (Rs Cr)
MacfosBSE SMEFeb 17Feb 2196.00 to 102.0023.74
Viaz TyresNSE SMEFeb 16Feb 2162.0020.00
Agarwal Float GlassNSE SMEFeb 10Feb 1542.009.20