Q4 Results: HDFCનો નફો 16 ટકા વધ્યો, રૂ. 44 વચગાળાનું ડિવિડન્ડ
અમદાવાદ, 4 મેઃ હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (HDFC)એ માર્ચ ત્રિમાસિક દરમિયાન રૂ. 8004.95 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 6892.16 કરોડ સામે 16.15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કુલ આવકો પણ 27.37 ટકા વધી રૂ. 44653.97 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 35059.75 કરોડ હતી.
કંપનીએ રોકાણકારોને શેરદીઠ રૂ. 44 પેટે વચગાળાનું ડિવિડન્ડ આપવા ભલામણ કરી છે. 31 માર્ચે પૂર્ણ થતાં વર્ષ દરમિયાન કંપનીની કુલ એયુએમના 83 ટકા હિસ્સો વ્યક્તિગત લોનનો રહ્યો હતો. એયુએમના આધારે વ્યક્તિગત લોન બુકનો ગ્રોથ 17 ટકા, જ્યારે ટોટલ લોન બુકનો ગ્રોથ 11 ટકા નોંધાયો હતો. મીડ-ઈનકમ સેગમેન્ટ અને હાઈ-એન્ડ પ્રોપર્ટીઝમાં ઘરોની માગ સતત વધતાં હોમ લોન બુકમાં મજબૂત ગ્રોથ જણાઈ રહ્યો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
શેર ઉછળી વર્ષની ટોચે આંબી ગયો
એચડીએફસીએ બ્રોકરેજ હાઉસના અંદાજ કરતાં વધુ સારા પરિણામો દર્શાવ્યા છે. પરિણામે આજે શેર ઇન્ટ્રાડે 2867ની વર્ષની ટોચે પહોંચ્યો હતો. એચડીએફસીનો શેર 2.59 ટકા ઉછાળા સાથે 2861 પર બંધ આપવાની સાથે સેન્સેક્સ પેકનો ટોપ-2 ગેઈનર રહ્યો હતો.
એચડીએફસીના પરિણામ એક નજરે (રૂ. કરોડમાં)
વિગત | Q4-22 | Q4-23 | FY23 | FY22 |
ચોખ્ખો નફો | 8004.95 | 6892.16 | 27699.76 | 24042.13 |
કુલ આવક | 44653.97 | 35059.75 | 152997.64 | 135968.08 |
EPS (રૂ.) | 41.67 | 35.66 | 143.77 | 124.97 |