માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ પરંતુ માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત

નિફ્ટીના વિકલી ચાર્ટ ઉપર શાર્પ પ્રાઇસ કરેક્શન પછી બેરિશ કેન્ડલ રચાયેલી છે એટલુંજ નહિં, ઘણાં લાંબા સમય પછી 16000ની નીચે બંધ આપ્યું છે. તે જોતાં ટ્રેડર્સ અને શોર્ટટર્મ ઇન્વેસ્ટર્સે 15900 પોઇન્ટની સપાટીને મજબૂત પ્રતિકારક (રેઝિસ્ટન્સ) તરીકે તેમજ 15900 પોઇન્ટ ઉપર ટ્રેન્ડ રિવર્સલ તરીકે ધ્યાનમાં રાખવી. ત્યારબાદના સુધારામાં નિફ્ટી 16100- 16300 પોઇન્ટ સુધી સુધરી શકે છે. નીચામાં 15700 પોઇન્ટની સપાટી મજબૂત ટેકાની ગણવી

–      બેન્ક નિફ્ટી માટે પણ 32600 ટેકાની તેમજ 34000 પોઇન્ટની સપાટી મજબૂત રેઝિસ્ટન્સ જણાય છે.

કુલ ટ્રેડેડસુધર્યાઘટ્યા
34722162(62.27)1178(33.93)

–      સુધારાનું ટાંય- ટાંય ફિસ્સઃ સેન્સેક્સ સુધર્યા મથાળેથી 992 પોઇન્ટ ગગડ્યો

–      2042 પોઇન્ટનો સેન્સેક્સમાં સળંગ છ દિવસનો ઘટાડો, નિફ્ટી પણ સાપ્તાહિક ધોરણે

–      શુક્રવારે 636 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ એક તબક્કે 856 પોઇન્ટ સુધર્યો હતો સેન્સેક્સ 629.05 પોઇન્ટ તૂટ્યો

–      પાવર, મેટલ, બેન્કિંગ, ફાઇનાન્સ, સ્મોલકેપ, મિડકેપમાં સ્ટોક સ્પેસિફિક ઘટાડાની ચાલ

–      શુક્રવારે છેલ્લા એક કલાકના હેવી સેલિંગ પ્રેશરમાં એફપીઆઇની રૂ. -3,780.08 કરોડની વેચવાલી, સામે ડીઆઇઆઇની રૂ. 3,169.62 કરોડની લેવાલીનો ટેકો

સળંગ પાંચ દિવસની એકધારી પીછેહટ બાદ શુક્રવારે બીએસઇ સેન્સેક્સ સવારે 636 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યો હતો. પરંતુ બપોરે યુરોપિયન તેમજ યુએસ માર્કેટ્સની નરમાઇના અહેવાલો તેમજ છેલ્લા એક કલાકમાં એફઆઇઆઇ તેમજ એચએનઆઇના હેવી સેલિંગ પ્રેશરના કારણે સેન્સેક્સે 856 પોઇન્ટના વધ્યા મથાળેથી 992 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો હતો અને છેલ્લે ગુરુવારના બંધની સરખામણીએ 136.69 પોઇન્ટ તૂટી 52793.62 પોઇન્ટ બંધ રહ્યો હતો. તેની સાથે નિફ્ટી પણ 25.80 પોઇન્ટના ઘટાડા સાથે 15782.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઊંચા ફુગાવાના આંકડાઓ, સતત વધી રહેલી ટ્રેડ ડેફિસિટ, રશિયા- યુક્રેન ક્રાઇસિસ તેમજ યુએસ ફેડની એગ્રેસિવ પોલિસિ સામે ચેતવણી સહિતના સંખ્યાબંધ નકારાત્મક કારણો વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કરેક્શન કમ મંદીનો માહોલ છવાયેલો રહ્યો છે.

સેક્ટોરલ્સની સ્થિતિ

બેન્ક, મેટલ, પાવર ઇન્ડાઇસિસમાં 1-2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓટો, એફએમસીજી, હેલ્થકેર ઇન્ડાઇસિસમાં 1-2 ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.

એક્સિસ- HDFC બેન્ક સહિત વર્ષના તળિયે પહોંચેલા 116 શેર્સ

એક્સિસબેન્ક, કેપ્રિહાન્સ, ડીબી કોર્પ, જીએસપીએલ, એચડીએફસી એએમસી, એચડીએફસી બેન્ક, હિન્દ ઝીંક, એચયુએલ, એમસીએક્સ, નોકરી, એનસીએલૉ ઇન્ડ, રામકો સિમેન્ટ, રોલ્ટા, એસબીઆઇ કાર્ડ, સન ટીવી, વીકાસ ડબલ્યૂએસપી, વોલ્ટાસ.