મુંબઈ, 16 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,725 સોદાઓમાં રૂ.5,378.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,498ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,498 અને નીચામાં રૂ.60,677ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 ઘટી રૂ.60,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.159 ઘટી રૂ.48,758 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.6,108ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.238 ઘટી રૂ.60,749ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,160ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,298 અને નીચામાં રૂ.72,460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.778 ઘટી રૂ.72,624ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.725 ઘટી રૂ.72,661 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.706 ઘટી રૂ.72,660 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,296 સોદાઓમાં રૂ.1,363.43 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.726.60ના ભાવે ખૂલી, રૂ.10.45 ઘટી રૂ.717.65 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.55 ઘટી રૂ.206.15 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.206.35 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.184.45 જસત-મિની મે વાયદો રૂ.2.60 ઘટી રૂ.226.70 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ, ક્રૂડ તેલ રૂ.18 ડાઉન

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,874ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,896 અને નીચામાં રૂ.5,810ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.18 ઘટી રૂ.5,845 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.18 ઘટી રૂ.5,845 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.194ના ભાવે ખૂલી, રૂ..30 ઘટી રૂ.193.90 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 0.3 ઘટી 193.9 બોલાઈ રહ્યો હતો. 39,691 સોદાઓમાં રૂ.1,456.34 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.380 ગબડ્યો, નેચરલ ગેસ, મેન્થા તેલ એકંદરે ઢીલા

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,600 અને નીચામાં રૂ.61,080ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.380 ઘટી રૂ.61,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 ઘટી રૂ.952.80 બોલાયો હતો. રૂ.7.41 કરોડનાં કામકાજ થયા હતા.

વાયદાઓમાં રૂ.8,205 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.26422.24 કરોડનું ટર્નઓવર

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,07,742 સોદાઓમાં કુલ રૂ.34,649.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,205.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.26422.24 કરોડનો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,380.41 કરોડનાં 3,911.305 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,997.84 કરોડનાં 411.206 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.816.90 કરોડનાં 13,93,210 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.639.44 કરોડનાં 3,25,53,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.137.81 કરોડનાં 6,672 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.23.86 કરોડનાં 1,293 ટન તાંબાના વાયદાઓમાં રૂ.877.33 કરોડનાં 12,163 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.324.43 કરોડનાં 14,252 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.99 કરોડનાં 816 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.2.42 કરોડનાં 25.2 ટનનાં કામકાજ થયાં હતાં.