કેવી રહેશે બજારની ચાલ આગામી સપ્તાહે….. સેન્સેક્સ 52794 પોઇન્ટ અને નિફ્ટી 15671.45 પોઇન્ટની માર્ચ-2022માં બનાવેલી બોટમ તોડે તો કરેક્શન ઘેરું બનવા સાથે મંદીની ચાલ શરૂ થઇ શકે છે. તો પછી નવી ખરીદી માટે રાહ જોવી સલાહભરી ગણાય. પરંતુ જો આ લેવલને ટચ કરી ટર્ન અરાઉન્ડ થાય તો માર્કેટ ફરી સુધારાની નવી ચાલ માટે તૈયાર થઇ રહ્યું છે તેમ કહી શકાય. માર્કેટ નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ અને બજાર પંડિતો એવું જણાવે છે કે, તા. 16 મે-2022ની ચાલ માર્કેટની દિશા કરવા માટે અતિ મહત્વની ગણાશે. જો સેન્સેક્સ 53000 પોઇન્ટ ઉપર અને નિફ્ટી 15800 પોઇન્ટ ઉપર બંધ આપે તો ધીરે ધીરે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકાય તેવો સૂર ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

સેન્સેક્સ પેકની આ સ્ક્રીપ્સ ઉપર રાખો વોચ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, આઇટીસી, લાર્સન, વીપ્રો, ઇન્ફોસિસ, એચસીએલ ટેક., એશિ. પેઇન્ટ, બજાજ ફાઇ., ટાઇટન

ઓલટાઇમ હાઇથી સેન્સેક્સમાં 18 ટકાનું કરેક્શન

  • રિયાલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 45.35 ટકાનો કડાકો નોંધાયો
  • સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ 24-25 ટકાની મંદી
  • સેન્સેક્સ પેકની તમામ સ્ક્રીપ્સમાં પણ હેવી કરેક્શનની સ્થિતિ

ઓક્ટોબર-21માં બીએસઇ સેન્સેક્સે 62245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સર કરી ત્યારે મોટાભાગના નિષ્ણાતો અને ટીડા જોષીઓએ એવી આગાહી કરી નાંખી હતી કે, સેન્સેક્સ 75000 થઇ જશે…. સેન્સેક્સ 100000 પોઇન્ટ થઇ જશે. પરંતુ સમયના ગર્ભમાં રહેલી ઘટનાઓને સમયથી પૂર્વે જાણી શકતાં હોય તે યોગી સટ્ટો રમતાં નથી અને સમય વિતી જાય પછી ભાન થાય તેવાં વિરલાઓના ટોળાઓ ટીપ્સ, આંધળું અનુકરણ અને લાખના બાર હજાર કરવા માટે દરેક તેજી- મંદીની સાયકલના ચક્કરમાં આંગળી ભરાવવા એક પછી એક આવ્યે જ જાય છે. શેરબજારમાં મૂડીરોકાણ એટલે ધન, ધ્યાન અને ધીરજનો ત્રિવેણી સંગમ હોવો જરૂરી છે. પુરતું નાણા ભંડોળ, તમે જે શેર્સ ખરીદવા માગો છો તેનો ટેકનો- ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી આધારીત અભ્યાસ હોવા જરૂરી છે. ખેર!! બજાર વિશે મૂળ વાત ઉપર આવીએ તો સેન્સેક્સમાં ઓલટાઇમ હાઇથી અત્યારસુધીમાં 18.07 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. તેની સાથે સાથે માર્કેટ સેન્ટિમેન્ટનો અરીસો ગણાતા સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં પણ અનુક્રમે 24-25 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. 2022ની મંદીમાં સૌથી વધુ માર રિયાલ્ટી ઇન્ડેક્સને પડવા સાથે તે ઓલટાઇમ હાઇથી 45.35 ટકા (આમ જોવા જઇએ તો મંદીનો માર ખાઇ ખાઇને અડધો થઇ ગયો કહેવાય….)

2022માં જ ટોપથી તળિયા તરફ સરકેલા ઇન્ડાઇસિસ

  • ઓઇલ ઇન્ડેક્સઃ આ એકમાત્ર એવો ઇન્ડેક્સ રહ્યો છે જેણે માર્ચ-22માં વર્ષની 16529 પોઇન્ટની બોટમ બનાવ્યા બાદ એપ્રિલ-22માં 20462 પોઇન્ટની ટોચ નોંધાવી છે. પરંતુ લીલા ભેગું સૂકું બળે તે ન્યાયે આ ઇન્ડેક્સમાં પણ ટોચથી 10.76 ટકા કરેક્શન જોવા મળ્યું છે.
  • સ્મોલકેપઃ જાન્યુઆરી-22માં 31304 પોઇન્ટની ટોચ બનાવી હતી. જે મે-22માં 24800ના તળિયે બેસી ગયા બાદ ઓલટાઇમ હાઇથી 23.67 ટકાનું કરેક્શ દર્શાવે છે.
  • મેટલઃ એપ્રિલ-22માં 23743 પોઇન્ટની ટોચ બનાવી મે-22માં 17878 પોઇન્ટના તળિયે બેસી ગયા બાદ ઓલટાઇમ હાઇથી 32.38 ટકાનું કરેક્શન દર્શાવે છે.
  • આઇટીઃ જાન્યુ-22માં 38713 પોઇન્ટની ટોચેથી મે-22માં 29713 પોઇન્ટના તળિયે બેસી ગયેલો આ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇથી 29.15 ટકા ઘટ્યો છે.
  • ટેકનોલોજીઃ જાન્યુઆરી-22માં 17054 પોઇન્ટની ટોચ અને મેમાં 13515 પોઇન્ટની બોટમ બનાવનાર આ ઇન્ડેક્સ પણ ઓલટાઇમ હાઇથી 25.92 ટકાનું કરેક્શન નોંધાવી ચૂક્યો છે.
  • કેપિટલ ગુડ્સઃ જાન્યુ-22માં 31269 પોઇન્ટની ટોચ અને મે-22માં 24776 પોઇન્ટની બોટમ બનાવી આ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇથી 24.76 ટકા ઘટી ચૂક્યો છે.

તમામ સેક્ટોરલ્સમાં 11થી માંડીને 45 ટકા સુધીની શોર્ટટર્મ મંદીનો માહોલ

વિગત52W High2022 lowlast– from High-% from
સેન્સેક્સ622455226152791945418.07
 ઓક્ટો-21માર્ચ-22   
મિડકેપ272462146321815543124.91
 ઓક્ટો-21મે-22   
**સ્મોલકેપ313042480025316598823.67
 જાન્યુ.-22મે-22   
રિયાલ્ટી446430103058140645.35
 નવે.-21મે-22   
**મેટલ237431787817946579732.38
 એપ્રિલ-22મે-22   
કન્ઝ્યુ. ડ્યુ.4744035783367101165731.76
 ઓક્ટો-21મે-22   
**આઇટી387132971329967874629.15
 જાન્યુ.-22મે-22   
ફાઇનાન્સ917670197134204228.76
 ઓક્ટો.-21માર્ચ-22   
ટેલિકોમ19721554156241826.79
 એપ્રિલ-22મે.-22   
**ટેકનોલોજી170541351513554350025.92
 જાન્યુ.-22મે-22   
બેન્કેક્સ478773688838241963625.22
 ઓક્ટો-21માર્ચ-22   
**કેપિ. ગુડ્સ312692477625079619024.76
 જાન્યુ.-22મે-22   
હેલ્થકેર267462184222318442819.85
 ઓક્ટો-21મે-22   
પાવર49613167421574617.76
 એપ્રિલ-22ઓક્ટો-21   
ઓટો272712108323748342314.44
 નવે.-21માર્ચ-22   
એફએમસીજી154261231713481194514.4
 ઓક્ટો-21માર્ચ-22   
*પીએસયુ935978028182117714.35
 ઓક્ટો-21ડિસે.-21   
ઓઇલ204621652918471199110.76
 એપ્રિલ-22માર્ચ-22   

**કેલેન્ડર વર્ષ 2022માં 52 વીક હાઇ બનાવી 52 વીક લો બનાવ્યો છે

સેન્સેક્સ પેકની સ્ક્રીપ્સની ઓલટાઇમ હાઇથી સ્થિતિ

કંપનીહાઇછેલ્લો
એશિ. પેઇન્ટ35883065
એક્સિસ866636
બજાજ ફીનસર્વ1932012614
બજાજ ફાઇ.80435515
ભારતી એર782689
ડો. રેડ્ડી56133923
HCL ટેક.13771054
HDFC30212132
HDFC બેન્ક17241291
HUL28592141
ICICI859677
ઇન્ડસઇન્ડ1242872
ઇન્ફોસિસ19531503
આઇટીસી273258
કોટક બેન્ક22521779
લાર્સન20781534
મહિન્દ્રા979889
મારૂતિ90227101
નેસ્લે2060016406
એનટીપીસી166144
પાવરગ્રીડ248237
રિલાયન્સ28552428
એસબીઆઇ549445
સન ફાર્મા967882
તાતા સ્ટીલ15341096
ટીસીએસ40453413
ટેક મહિન્દ્રા18381202
ટાઇટન27672091
અલ્ટ્રાટેક82676200
વીપ્રો740468