5 વર્ષમાં 250 કરોડની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 58%નો વધારો થશે
5 વર્ષમાં 250 કરોડની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 58%નો વધારો થશે
ભારતમાં સુપર રિચ પર્સનની સંખ્યા ઝડપથી થઇ રહેલો વધારોઃ નાઇટ ફ્રેન્કનો અહેવાલ
અમદાવાદ 18 મેઃ ભારતમાં અબજોપતિઓની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ સુપર રિચ (UHNI) ઝડપથી વધી રહ્યો છે. પાંચ વર્ષમાં દેશમાં 3 કરોડ ડોલર (રૂ. 247 કરોડ)થી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 58.4% વધીને 19119 થશે. 2022માં 12069 અલ્ટ્રા હાઇ નેટવર્થ વ્યક્તિઓ હતા. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના ‘ધ વેલ્થ રિપોર્ટ 2023’ અનુસાર 5 વર્ષમાં 1 અબજ ડોલર એટલે કે 8237 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવતા અબજોપતિ 21% વધીને 195 થઈ જશે. 10 લાખ ડોલર એટલે કે 8.23 કરોડથી વધુની નેટવર્થ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 107% વધીને 1657272 થશે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન શિશિર બૈજલના જણાવ્યા અનુસાર ભારત નવી સંપત્તિનું સર્જન કરતા વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારત પાસે હાલમાં માત્ર વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે જ નહીં પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી જેવા અન્ય ક્ષેત્રોમાં પણ ઝડપી વૃદ્ધિની તકો છે. આ જ કારણ છે કે અહીં અમીરોની સંખ્યામાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. 25 દેશોની આ યાદીમાં ભારત 22મા ક્રમે છે અને મોનાકો ટોપ પર છે જ્યાં ટોપ 1% અમીરોમાં સામેલ થવા માટે 102 કરોડ રૂપિયાની સંપત્તિની જરૂર છે. સ્વિત્ઝરલેન્ડ બીજા સ્થાને છે જ્યાં આ યાદીમાં સામેલ થવા માટે 54.4 કરોડ રૂપિયાની જરૂર છે.
WEALTH DISTRIBUTION IN INDIA
2017 | 2021 | 2022 | 2027 (E) | |
HNWI | 809666 | 763674 | 797714 | 1657272 |
UHNWI | 11529 | 13048 | 12069 | 19119 |
Billionaire | 102 | 145 | 161 | 195 |
Source: Knight Frank Research
HNWI population (US$1m+) | UHNWI populations (US$30m+) | |||||
Country/territory | 2021 | 2022 | 2027 | 2021 | 2022 | 2027 |
World | 67589931 | 69543783 | 109099357 | 602553 | 579625 | 744812 |
Africa | 131572 | 133902 | 164821 | 2192 | 2329 | 2624 |
Americas | 27568554 | 29364747 | 43386833 | 240777 | 241253 | 302972 |
Asia | 16684827 | 17466418 | 31351642 | 160890 | 150362 | 210175 |
Australasia | 2554181 | 2642781 | 4635123 | 20686 | 20841 | 30080 |
Europe | 19792054 | 18929626 | 27725035 | 170443 | 155996 | 187178 |
Source: Knight Frank Research