અગરવાલ વિકાસ મહાસભા(SAVM)ના ઉપક્રમે 17-18 જૂને અગરવાલ બિઝનેસ કોનક્લેવ યોજાશે
અમદાવાદ, 12 જૂન: અગરવાલ વિકાસ મહાસભા(SAVM), ગુજરાત તા. 17 અને 18 જૂનના રોજ અગરવાલ બિઝસેન કોનક્લેવ (ABC 2023)નો ઉદ્ઘાટન સમારંભ યોજી રહી છે. આ કોનક્લેવમાં બિઝનેસ લીડર્સ, ઈનવેસ્ટર્સ, પ્રોફેશનલ્સ, પોલિસીમેકર્સ અને અન્ય સહયોગીઓ ઉપસ્થિત રહેશે અને આંત્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપશે, ઈનોવેશન અને કોલાબરેશનને વેગ આપશે અને સમૂદાય અને રાષ્ટ્રના આર્થિક વિકાસને સબળ બનાવશે. અગરવાલ બિઝસેન કોનક્લેવ (ABC 2023)નું આયોજન શ્રી અગરવાલ વિકાસ મહાસભા (SAVM)ની યુવા અને મહિલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવમાં ઉદ્યોગના નિષ્ણાતોનાં પ્રેરણાદાયક પ્રવચનો, આકર્ષક પેનલ ચર્ચાઓ ઉપરાંત ઈનોવેટિવ પ્રોડકટ અને સર્વિસિઝનું પ્રદર્શન યોજવામાં આવશે. આ સમારંભમાં નિષ્ણાતો જે વિષયો અંગે પ્રવચનો આપવાના છે તેમાં નેવિગેટિન્ગ ધ ચેનજિન્ગ ડાયનામિક્સ ઓફ બિઝનેસ, ઇમ્પેક્ટ ઓફ ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, સેફગાર્ડ બિઝનેસ અગેન્સ્ટ ન્યુ એજ ફ્રોડસ, ઈમ્પોર્ટન્સ ઓફ બ્રાન્ડિંગ, યુટીલાઇઝિંગ ડિજિટલ માર્કેટિંગ એન્ડ એઆઈ ટુ ગ્રો યોર બિઝનેસ જેવા વિષયોનો સમાવેશ થશે. એસએવીએમ, ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ અગરવાલ જણાવે છે આ કોનક્લેવ વ્યવસાયિક અભિગમનો ઉદ્દેશ ધરાવે છે અને અન્ય દેશમાંથી પણ સમુદાય આધારિત પ્રોફેશનલ અભિગમ અને પ્રણાલીઓ પણ દેશમાં લાવવા માગે છે. આ સમારંભમાં ફંડિંગ ઈનફ્રાસ્ટ્રકચર અને ટેલેન્ટના પડકારો હલ કરવા માટે સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
એબીસીના ચીફ પેટ્રન સુરેશ આર્ય જણાવે છે કે બિઝનેસ ફ્રેન્ચાઈઝીઝ, વિસ્તરણ માટેના પ્લેટફોર્મ, ઈનવેસ્ટર-સ્ટાર્ટઅપ મીટસ, અને બિઝનેસ પ્રમોશન જેવા વિષયો ઉપર જાણકારી આપવામાં આવશે. સ્કીલ ઈન્ડીયા અને સ્ટાર્ટઅપ ઈન્ડીયા જેવા વિષયો તેમજ એમએસએમઈ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવશે. એસએવીએમના જનરલ સેક્રેટરી સંજીવ અગરવાલ જણાવે છે કે આ પ્લેટફોર્મથી ઉદ્યોગ સાહસિકતાની ભાવના સતેજ બનશે, આર્થિક વિકાસને વેગ મળશે. એસએવીએમના જનરલ સેક્રેટરી સંજીવ અગરવાલ,એબીસીના એડવાઈઝર વિનોદ અગરવાલ, એસએવીએમની યુથ વીંગના જનરલ સેક્રેટરી વિરલ અગરવાલ, કો-કન્વીનર નીરવ અગરવાલ, સુરેશ અગરવાલ, પ્રેસિડેન્ટ, એસએવીએમ, સુરેશ આર્ય, ચીફ પેટ્રન, એબીસી, ગૌરવ અગરવાલ, ચીફ કોઓર્ડીનેટર, એબીસી આ સમારંભ અંગે સમાચાર માધ્યમોને માહિતી આપી હતી.