મુંબઇ, તા. ૧૨વાયદા જુન: પશ્ચિમ ભારતમાં  વાવાઝોડાની અસર તથા હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં વાયદા બેતરફી વધઘટે અથડાયા હતા. અમુક કૄષિ પેદાશોનાં ભાવ  વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. ઇસબગુલ, ગુવાર ગમ તથા ગુવાર સીડનાં અમુક વાયદામાં ચાર  થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. જો કે અન્ય વાયદા ઉંચા મથાળે બંધ રહ્યા હતા.  ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૨૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૭૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ,ઇસબગુલ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૫૫૬૦ રૂ. ખુલી ૫૬૪૯  રૂ., દિવેલનાં ભાવ ૧૧૬૧ રૂ. ખુલી ૧૧૬૧ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૨૦ રૂ. ખુલી ૨૪૭૩ રૂ., ધાણા ૫૯૪૪ રૂ. ખુલી ૫૯૪૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૧૭૫ રૂ. ખુલી ૫૦૬૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૦૩૧  રૂ. ખુલી ૯૭૧૪ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૨૬૦૦ રૂ. ખુલી ૨૨૬૯૫ રૂ.,  જીરાનાં ભાવ ૪૬૭૬૦ રૂ. ખુલી ૪૮૧૮૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૧૪.૦૦ રૂ. ખુલી ૧૪૯૬.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૭૦૮૦ ખુલી ૪૭૪૬૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૬૨૬  રૂ. ખુલી ૭૫૫૬ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે એરંડાનાં વાયદામાં કુલ ૧૨૨૮૦ ટન, કપાસિયા ખોળમાં ૩૫૦૭૦ ટન, ધાણામાં ૧૩૪૦૫ ટન, ગુવાર ગમમાં ૨૭૬૬૦ ટન, ગુવાર સીડમા ૬૩૦૮૫ ટન, ઈસબગુલમાં ૩૬ ટન, જીરામાં ૫૭૦૬ ટન, કપાસનાં વાયદામાં ૨૦૭ ગાડી, સ્ટીલમાં ૧૨૧૦ ટન તથા હળદરનાં વાયદામાં ૫૨૪૦ ટનનાં કારોબાર થયા હતા.