મુંબઇ, 21 જૂન: ઓલકાર્ગો ગ્રૂપ પ્રીમિયર એક્સપ્રેસ લોજીસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ ગતિ લિમિટેડે તેના ડાયરેક્ટ ડિલિવરી કવરેજ નેટવર્કમાં 1000 પીનકોડ ઉમેરીને તેના ડાયરેક્ટ કવરેજમાં 25 ટકાનો વધારો કર્યો છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ અને સર્વિસ ડિલિવરી ક્ષમતાઓ સાથે બિઝનેસિસ દેશભરમાં કાર્યક્ષમ અને ટકાઉ રીતે કામગીરીમાં વધારો કરી શકશે. પીનકોડ સુધી ગતિના ડાયરેક્ટ ડિલિવરી લાભ લેતાં બિઝનેસિસ તેમની સપ્લાયને વધુ ઝડપી, સુરક્ષિત અને ખર્ચ-કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. 5140 પીનકોડ સુધી ડાયરેક્ટ ડિલિવરી સાથે હવે ગ્રાહકો ટ્રાન્ઝિટ સમય, વિશ્વસનીયતાનો લાભ મેળવી શકે છે તેમજ વધુ વિશાળ નેટવર્ક સાથે તેમના બિઝનેસને વધારી શકે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં ગતિ લિમિટેડના એમડી- સીઇઓ પિરોજશો સરકારીએ જણાવ્યું કે, 1000થી વધુ ડાયરેક્ટ ડિલિવરી પીનકોડ સાથે અમે દેશભરમાં અમારા ડાયરેક્ટ ડિલિવરી નેટવર્કની પહોંચમાં વધારો કર્યો છે. ગ્રાહકોને ઝડપી અને ડાયરેક્ટ એક્સેસ પ્રદાન કરવાના ગતિના પ્રયાસો જળવાઇ રહેશે.  ગતિ ભારતમાં 739 જિલ્લાઓમાંથી 735 જિલ્લાઓને આવરી લેતાં 19800 પીનકોડ ઉપર ઝડપી અને વિશ્વસનીય ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસનું વિશાળ સર્વિસ નેટવર્ક પ્રદાન કરે છે. તેના ગ્રાહકોને 180 દેશોમાં નેટવર્કની એક્સેસ આપે છે.