મુંબઇ, 22 જૂન: PNB મેટલાઇફ અને નિલ્સનના સહયોગથી બાળકોના શિક્ષણના આયોજન પાછળ વધી રહેલા ખર્ચ ઉપર તાજેતરમાં કરાયેલા સર્વે મૂજબ માતા-પિતા બાળકોના શિક્ષણ અને બીજી પ્રવૃત્તિઓ માટે વાર્ષિક રૂ. 5.30 લાખનો ખર્ચ કરે છે તેમજ આ ખર્ચની ચૂકવણી માટે તેમની જીવનશૈલી સાથે બાંધછોડ કરવા પણ તૈયાર છે.‘ફાઇનાન્સિયલ પ્લાનિંગ ઇન ધ એરો ઓફ રાઇઝિંગ એજ્યુકેશન કોસ્ટ’ શિર્ષક હેઠળ એપ્રિલ 2023માં કરાયેલા અભ્યાસમાં બાળકોના શિક્ષણના આયોજન માટે માતા-પિતાની જરૂરિયાત, પ્રભાવ અને અવરોધો વિશે જાણકારી એકત્રિત કરાઇ હતી. આ સર્વે હેઠળ આવરી લેવાયેલા માતા-પિતામાંથી અડધાથી વધુ (55 ટકા)એ કહ્યું હતું કે બાળકોના શિક્ષણ માટે બચત તેમની ટોચની નાણાકીય પ્રાથમિકતા છે અને તેમાંથી લગભગ 30 ટકાએ હજૂ સુધી આયોજન શરૂ કર્યું નથી.

તેને ધ્યાનમાં રાખીને PNB મેટલાઇફ જિનિયસ પ્લાન તાજેતરમાં લોન્ચ કરાયો છે. આ અંગે માહિતી આપતાં પીએનબી મેટલાઇફના ચીફ ડિસ્ટ્રીબ્યુશન ઓફીસર સમીર બંસલે જણાવ્યું કે, જે નોન-લિંક્ડ, નોન પાર્ટિસિપેટિંગ, સેવિંગ, લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન છે અને તે પે-આઉટના ટાઇમિંગ, મૃત્યુ ઉપર ઇન-બિલ્ટ પ્રીમિયમ માફી, ફુલ્લી ગેરંટેડ બેનિફિટ, કન્યાઓ માટે ઉચ્ચ લાભો (ધનલક્ષ્મી લાભ) અને લાઇફ કવર પ્રોટેક્શન જેવી વિશેષતાઓ સાથે ઉપરોક્ત ચિંતાઓને ઉકેલ આપતા ડિઝાઇન કરાયો છે.

ખાસ નોંધઃ જિનિયસ પ્લાનની સાથે બાકીના પ્રિમિયમ ભરવાની અક્ષમતાના કિસ્સામાં ઓપ્શનલ રાઇડર લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

PNB મેટલાઇફ આધુનિક ડિજિટલ સોલ્યુશન્સ સાથે ગ્રાહકો માટે શ્રેષ્ઠ પસંદગી

PNB મેટલાઇફ ભારતની સૌથી જૂની અને અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો પૈકીની એક PNB અને 155 વર્ષ જૂની વિશ્વસ્તરીય વીમા કંપની મેટલાઇફ ઇન્કની નાણાકીય મજબૂતાઇનો સહયોગ છે. ભારતમાં બે દાયકાથી વધુના અનુભવ સાથે PNB મેટલાઇફ વિવિધ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ ઉપરાંત 16500 બેન્કિંગ બ્રાન્ચ, 18 હજાર એજન્ટ્સ, 21 હજાર એમ્પ્લોઇઝ ધરાવે છે. PNB મેટલાઇફ નિવૃત્તિ, પ્રોટેક્શન, પિતૃત્વ અને લાંબાગાળાની બચતો સહિત જીવનના વિવિધ તબક્કાના ગ્રાહકોની સેવા માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. PNB મેટલાઇફ એઆઇ, એમએલ અને ડેટા એનાલિટિક્સની ક્ષમતાઓના ઉપયોગથી તમામ પ્રક્રિયાઓને ઝડપી બનાવવામાં સક્ષમ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડ્સ અને સર્વે પણ સૂચવે છે કે ગ્રાહકો તેમની સંપૂર્ણ લાઇફ સાઇકલ દરમિયાન જોડાઇ રહે છે અને કંપની ઇન્ડસ્ટ્રીમાં સારો સરન્ડર રેટ ધરાવે છે.

99.7 ટકાનો આકર્ષક ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

નાણાકીય વર્ષ 2023 માટે વ્યક્તિગત અને જૂથ ગ્રાહકો માટે અનુક્રમે 99.06% અને 99.70%નો PNB મેટલાઈફનો ઉત્તમ વ્યક્તિગત દાવા પતાવટ ગુણોત્તર તેના ગ્રાહકોને તેમની જરૂરિયાતના સમયે ટેકો આપવા માટે કંપનીનું સમર્પણ દર્શાવે છે. PNB સર્કલ ઓફિસના સહયોગથી PNB મેટલાઇફે તેના મુખ્ય સિદ્ધાંત અનુરૂપ ગ્રાહકોની ફરિયાદો અને પ્રશ્નોના સક્રિય નિરાકરણ માટે  અમદાવાદ સર્કલમાં “કસ્ટમર સર્વિસ કેમ્પ”નું આયોજન કર્યું હતું.