ICICI સિક્યોરિટીઝના શેર ડિલિસ્ટ થશે, કંપનીના બોર્ડે મંજૂરી આપી શેર સ્વેપ ફોર્મ્યુલા નક્કી કરી

અમદાવાદ, 29 જૂનઃ ICICI સિક્યોરિટીઝ શેરબજારમાંથી તેના ડિલિસ્ટિંગ બાદ પેરેન્ટ કંપની ICICI બેન્કની સબસિડિયરી કંપની બની જશે. જાહેર થયેલા સ્વેપ રેશિયો અનુસાર ICICIના શેરધારકોને 100 શેર સામે ICICI બેન્કના 67 ઇક્વિટી શેર મળશે. ICICI બેન્ક 31 માર્ચ, 2023ની સ્થિતિ અનુસાર ICICI સિક્યોરિટીઝમાં 74.85% હિસ્સો ધરાવે છે. ICICI સિક્યોરિટીઝનો રૂ. 4000 કરોડનો IPO માર્ચ 2018માં આવ્યો હતો. કંપનીએ આ IPO માટે શેર દીઠ રૂ. 520ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.