ગુજરાત ચેમ્બરના હાલના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અજય પટેલ નવા પ્રેસિડન્ટ બનશે
સંદીપ એન્જિનિયર સિનિયર ઉપપ્રમુખ તરીકે બિનહરીફ
અમદાવાદ, 29 જૂનઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની 2023-24ના વર્ષ માટેની યોજાનારી ચૂંટણીમાં ચેમ્બરના બંધારણ મુજબ હાલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ 2023-24ના વર્ષ માટે નવા પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થશે. ચાલુ વર્ષે બંધારણમાં કરાયેલા સુધારા અંતર્ગત ચેમ્બરના પાંચ પૂર્વ પ્રમુખોની બનેલી કમિટી દ્વારા સિનિયર ઉપપ્રમુખ માટે સંદીપ એન્જિનિયરનું નામ પસંદ કરાયું છે. આમ મહત્ત્વના હોદ્દાઓમાં સર્વસંમતિના કારણે ચૂંટણી ટળી ગઇ છે.
ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ માટે અદીચી નેચરલ પોલિમરના મિહિર પટેલની સામે કોઇએ ઉમેદવારે ફોર્મ ન ભરતા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. 30 જૂનના રોજ ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે કેટલાંક ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લે તેવી શક્યતા છે. આમ ચેમ્બરની ચૂંટણી માટે 11 જુલાઈના રોજ મતદાન યોજાય તેવી શક્યતા ઓછી છે અને ચેમ્બરમાં ઈલેક્શનના બદલે સિલેક્શન થવાની શક્યતા વધુ છે. કોર્પોરેટ કેટેગરીમાં 3 હોદ્દા માટે ત્રણ ફોર્મ, જનરલ કેટેગરી લોકલમાં 8 હોદ્દા માટે 11 ફોર્મ ભરાયા છે અને જનરલ કેટેગરી બહારગામમાં 4 બેઠક માટે 6 ફોર્મ ભરાયા છે. બિઝનેશ એસોસિએશન લોકલ કેટેગરીની 2 સીટ સામે 4 ફોર્મ ભરાયા છે. જેમાં ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેકચર એસોસિએશનના રમેશ પટેલે ભરેલું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જ્યારે જનરલ કેટેગરી- વુમન માટે એક મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું છે.
હોદ્દા કરતાં વધારે ફોર્મ ભરાયેલી કેટેગરી
બિઝનેસ એસો. લોકલ(2 સીટ) | અશ્વિન પટેલ, અજીત શાહ, મેઘરાજ ડોડવાણી |
લાઇફ પેટ્રોન આઉટસ્ટેશન (1 સીટ) | કનુભાઇ સી પટેલ, નીલેશ શુકલા |
જનરલ કેટેગરી લોકલ (8 સીટ) | નવરોજ હોમી તારાપોર, જૈનિક વકીલ, ભાવેશ લાખાણી, જૈમીન શાહ, સચીન પટેલ, અનિલભાઇ સંઘવી, મીનાબહેન કાવ્યા, સંદીપ શાહ, જીગ્નેશ પટેલ, જીગીશ શાહ, નિર્મમ ઝવેરી |
જનરલ કેટેગરી આઉટ સ્ટેશન (4 સીટ) | શૈલેશ પટેલ, જીગ્નેશ કારિયા, દિલીપ પાધ્યા, અશ્વિન નાયક, સુનિલ રાજાણી, ગોકુલ જયકૃષ્ણ |
બિન હરીફ ચૂંટાઈ આવેલા અન્ય ઉમેદવારો
કોર્પોરેટ કેટેગરી | ત્રિલોક પરીખ, જીગીશ દોશી, રાજેશ ગાંધી |
બિઝનેશ એસોસિએશન આઉટ | પ્રશાંત પટેલ |
બિઝનેશ એસોસિએશન લોકલ | અપૂર્વ શાહ, નીલેશ દેસાઇ |
જનરલ કેટેગરી વુમન | ઋતુજા પટેલ |