અમદાવાદ, 5 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં એકધારી તેજીની ચાલમાં બીએસઇ સેન્સેક્સ 65600 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે 66000 પોઇન્ટ તરફ આગળ ધસતાં પહેલાં બુધવારે કરેક્શન મોડમાં રહેવા સાથે 33 પોઇન્ટ ઘટી 65446.04 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી- 50 જોકે, 9.5 પોઇન્ટના સુધારા સાથે 19398.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ભારતીય શેરબજારો રોજ નવા ઇતિહાસ રચી રહ્યા છે. તેમાં બુધવારે વધુ એક છોગું ઉમેરાયું હતું. બીએસઇ માર્કેટકેપિટલાઇઝેશન ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 300 લાખ કરોડની સપાટી ક્રોસ કરી જવા સાથે છેલ્લે 299.90 લાખ કરોડની સપાટીએ રહ્યું હતું.

TOP 10 MCAP COMPANIES AT A GLANCE

CompanyLast Price% ChangeMCap (Rs. cr)
Reliance2,584.80-0.131,748,837.85
TCS3,320.500.381,214,988.01
HDFC Bank1,673.30-3.20935,675.69
ICICI Bank958.151.54670,384.06
HUL2,755.752.03647,488.61
ITC474.801.90590,625.92
Infosys1,346.600.13558,864.90
SBI590.850.28527,310.70
HDFC2,796.40-2.93517,732.90
Bharti Airtel866.350.10492,028.96

BSE સેન્સેક્સ 65,584.33 અને 65,301.63 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 33 પોઈન્ટ્સ ઘટીને 65446.04 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 19,421.60 અને 19,344.70 પોઈન્ટ્સ વચ્ચે રમી 9.50 પોઈન્ટ્સના સુધારા સાથે 19398.50 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

બેન્કિંગ-ફાઇનાન્સિયલ શેર્સમાં પ્રોફીટ બુકિંગ


ફાઈનાન્શિયલ, બેન્ક અને ટેલીકોમ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે આજે એફએમસીજી, ઓટો, ઓઈલ-ગેસ, પાવર અને રિયલ્ટી સેક્ટોરલ્સમાં સુધારાની આગેકૂચ જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.68 ટકા ઘટી અને 0.62 ટકા વધીને બંધ રહ્યા હતા.

ITC રૂ. 480ની નવી ટોચે, એક વર્ષમાં 65 ટકાનો ઉછાળો

ITC બુધવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ત્રણ ટકા વધી 480.60ની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા બાદ છેલ્લે રૂ. 8.85 (1.90 ટકા)ના સુધારા સાથે રૂ. 474.80ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીના હોટલ બિઝનેસના ડિમર્જરની પ્રક્રિયા શરૂ થયાના અહેવાલ બાદ કંપનીના શેરમાં આ ઉછાળો જોવા મળ્યો છે. બ્રોકરેજ ફર્મ નોમુરાના એક અહેવાલ અનુસાર સ્ટોક માટે રૂ. 485નો ટાર્ગેટ રાખ્યો છે. જેફરીઝનું માનવું છે કે આ શેરની કિંમત આગામી 12 મહિનામાં રૂ. 520ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ITCના શેરમાં 44.91 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ સત્રમાં શેરમાં 5.57 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ITC શેરના ભાવમાં 7 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 41.91 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં લગભગ 65 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.