અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 18 જુલાઇ -23)

ચાંદી ચોરસા73000- 76000
ચાંદી રૂપું72800- 75800
સિક્કા જૂના700- 900
999 સોનું60600- 61300
995 સોનું60400- 61100
હોલમાર્ક60075

મુંબઈ,18 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,215ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,552 અને નીચામાં રૂ.59,215 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.300 વધી રૂ.59,435ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.147 વધી રૂ.48,014 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,910ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.270 વધી રૂ.59,331ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,730ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,044 અને નીચામાં રૂ.75,650 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.294 વધી રૂ.75,861 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.286 વધી રૂ.75,643 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.302 વધી રૂ.75,658 બોલાઈ રહ્યો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,429 સોદાઓમાં કુલ રૂ.17,510.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,857.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11639.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 47,233 સોદાઓમાં રૂ.3,891.61 કરોડનાં કામકાજ થયાં હતાં.

બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 9,085 સોદાઓમાં રૂ.,953.58 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.726.45ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.723.20 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.85 ઘટી રૂ.197.80 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.213ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.70 ઘટી રૂ.198 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.182.60 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.50 ઘટી રૂ.213.45 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ, નેચરલ ગેસ પણ સુધર્યા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 28,639 સોદાઓમાં રૂ.,998.39 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,105ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,132 અને નીચામાં રૂ.6,064 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26 વધી રૂ.6,114 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.26 વધી રૂ.6,114 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.208ના ભાવે ખૂલી, રૂ.4.60 વધી રૂ.212.50 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 4.6 વધી 212.9 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલમાં નરમાઈઃ કોટન-ખાંડી વાયદો રૂ.120 તેજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.13.47 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,200 અને નીચામાં રૂ.56,700 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.120 વધી રૂ.57,060ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.889.60 બોલાયો હતો.

કોમોડિટીમાં રૂ.5,857 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11639.06 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,086.67 કરોડનાં 3,513.828 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,804.94 કરોડનાં 237.986 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.385.37 કરોડનાં 6,30,790 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.613.02 કરોડનાં 2,90,69,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.168.29 કરોડનાં 8,449 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.21.44 કરોડનાં 1,172 ટન તાંબાના વાયદાઓમાં રૂ.481.13 કરોડનાં 6,635 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.282.72 કરોડનાં 13,195 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.92 કરોડનાં 336 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.55 કરોડનાં 128.16 ટનનાં કામકાજ થયાં હતાં.