અમદાવાદ, 18 જુલાઇઃ ઇન્ડસઇન્ડ બેન્કે જૂન ક્વાર્ટરના પરિણામો (IndusInd Bank Q1 Results) જાહેર કર્યા છે. એપ્રિલ- જૂન ક્વાર્ટર દરમિયાન બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 32.5 ટકા વધી રૂ. 2,124 કરોડ રહ્યો હતો. વ્યાજની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 18 ટકાના ઉછાળા સાથે રૂ. 4,867 કરોડ હતી. બેન્કનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 13 ટકાના ઉછાળા સાથે રૂ. 3,830 કરોડ થયો છે. બેન્કે રૂ. 992 કરોડની જોગવાઈ કરી હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કે રૂ. 1,251 કરોડની જોગવાઈ કરી હતી.જૂનના અંતે ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ કુલ લોનના 1.94 ટકા હતી. માર્ચ ક્વાર્ટરમાં આ આંકડો 1.98 ટકા હતો. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન તે 2.35 ટકા હતો.જૂનના અંતે નેટ એનપીએ 0.58 ટકા હતી. માર્ચ ક્વાર્ટરના અંતે તે 0.59 ટકા હતો. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન, નેટ એનપીએ 0.67 ટકા હતી.