મુંબઈ, 17મી જુલાઈ : ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ દ્વારા ભારતમાં જેનસેટ્સની નવી પેઢીની અત્યાધુનિક રેન્જ લોન્ચ કરવામાં આવી છે. વિશ્વસનીય અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક CPCB IV+ (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ IV+) કોમ્પ્લાન્ટ ટાટા મોટર્સનાં એન્જિન્સ, હાઈ- પરફોર્મન્સ જેનસેટ્સ 25kVAથી 125kVA કોન્ફિગ્યુરેશન્સમાં મળશે. ટાટા મોટર્સનાં જેનસેટ્સની નવી રેન્જ વધુ ઈંધણ કાર્યક્ષમ છે અને મજબૂત બ્લોક લોડિંગ ક્ષમતા ધરાવે છે, જેનો સંચાલન ખર્ચ ઓછો છે અને વેપારો માટે બેરોકટોક પાવર પ્રદાન કરે છે.

આ લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સના કમર્શિયલ વેહિકલ્સના સ્પેર્સ અને નોન વેહિક્યુલર બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ આર રામકૃષ્ણને જણાવ્યું હતું કે, અત્યાધુનિક જેનસેટ્સ બહેતર કામગીરી આપે છે, વધુ ઈંધણ કિફાયતી છે અને મજબૂત બ્લોક લોડિંગ ક્ષમતા સાથે આવે છે, જેમાં સંચાલન ખર્ચ ઓછો થાય છે.

ટાટા મોટર્સનાં જેનસેટ્સની નવી રેન્જ વધુ ઈંધણ કિફાયતી અને કોમ્પેક્ટ ટાટા મોટર્સનાં એન્જિન્સના હરિત, સ્વચ્છ પરિવારો દ્વારા પાવર્ડ છે. જેનસેટ્સ ગ્રાહકોને મનની શાંતિ આપવા માટે તૈયાર અને વિકસિત કરાયાં છે અને મધ્યમ તથા નાના ઉદ્યોગો, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, ટેલિકોમ, રેન્ટલ એપ્લિકેશન, ઓફિસો અને વેરહાઉસીસ વગેરે સહિત વિવિધ ઉદ્યોગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે.