અમદાવાદ, 20 જુલાઇઃ ICICI લોમ્બાર્ડની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 63.87 અબજ નોંધાઈ હતી જેની સરખામણીએ નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 53.70 અબજ હતી, જે 18.9% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતાં વધુ છે. કરવેરા પહેલાંનો નફો (પીબીટી) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 11.8% વધીને રૂ. 5.20 અબજ થયો હતો જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 4.65 અબજ હતો. કરવેરા પછીનો નફો (પીએટી) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 11.8% વધીને રૂ. 3.90 અબજ થયો હતો જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 3.49 અબજ હતો. ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 14.7% હતું જે નાણા વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં15.0% હતું. સોલ્વન્સી રેશિયો 30 જૂન, 2023 ના રોજ 2.53x હતો જે 31 માર્ચ, 2023 ના રોજ 2.51x હતો જે 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો.