ધ સ્લીપ કંપની દેશમાં 100 નવા સ્ટોર્સ સાથે ગુજરાતમાં રિટેલ હાજરી વધારશે
કંપનીએ અમદાવાદ શહેરમાં બીજા આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદ, 28 જુલાઇ: ઊંઘ અને સીટીંગના ઉકેલો માટે એશિયાની પ્રથમ અને એકમાત્ર પેટન્ટ સ્માર્ટગ્રિડ ટેક્નોલોજી પ્રોવાઇડ કરતી ધ સ્લીપ કંપની આગામી માર્ચ-2024 સુધીમાં દેશમાં 100થી વધુ કંપનીની માલિકીના સ્ટોર્સ શરૂ કરવા સાથે ગુજરાતમાં તેની રિટેલ હાજરી વધારવા જઇ રહી છે. તેના ભાગરૂપે કંપનીએ આજે અમદાવાદમાં સીજી રોડ ખાતે બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદમાં ખૂલેલા નવા સ્ટોર્સ સાથે કંપનીના દેશમાં આઉટલેટ્સની સંખ્યા 36 થઇ ગઇ છે. મેટ્રેસીસની માર્કેટ સાઇઝ રૂ. 18-20 હજાર કરોડની રહેવા સાથે ધીરે ધીરે ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરનો હિસ્સો 50 ટકાથી વધી ગયો હોવાનું ધ સ્લીપ કંપનીના કો-ફાઉન્ડર, પ્રિયંકા સલોટે જણાવ્યું હતું.
ઓર્થોપેડિકના ક્ષેત્રમાં 18 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન અને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉ.વિપુલ કુવાડની ઉપસ્થિતી દ્વારા સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રાંડના પેટન્ટેડ સ્માર્ટગ્રીડ અનુભવનો ઓડ, આ આઉટલેટમાં ગાદલા અને સ્લીપ એસેસરીઝથી લઈને ખુરશીઓ સુધીના ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી હશે.
ધ સ્લીપ કંપની અમદાવાદમાં સિંધુભવન રોડ ખાતે પણ એક સ્ટોર અગાઉ શરૂ કરી ચૂકી છે. ગાદલા, સ્લીપ એક્સેસરીઝ અને ખુરશીઓ દ્વારા ઇનોવેટીવ ઉકેલો પ્રદાન અંગે ડૉ. વિપુલ કુવાડે જણાવ્યું કે સ્પાઇનના સ્વાસ્થ્યના નિષ્ણાત તરીકે, હું સારી રીતે જાણું છું કે નબળી મુદ્રા આપણી પીઠના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.
માર્ચ 2024 સુધીમાં 100+ સ્ટોર્સ ખોલવાના તેના વિઝનને હાંસલ કરવાના માર્ગ પર ધ સ્લીપ કંપની છેલ્લા વર્ષોમાં ગ્રાહકોના સંતોષ પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સૌથી યુવા D2C બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.