વિનસ પાઇપ્સનો Q1 FY24 નફો 91% વધ્યો
ધાનેટી, 4 ઓગસ્ટઃ સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબના ઉત્પાદક અને નિકાસકાર વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સે જૂન-23ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 91.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ચોખ્ખો નફો રૂ. 17.4 કરોડ (રૂ. 9.1 કરોડ) થયો છે. કંપનીની આવકો 58.1 ટકા વધી રૂ. 179.6 કરોડ (રૂ. 113.6 કરોડ) થઇ છે.
કંપનીની નાણાકીય કામગીરી અંગે નિવેદન આપતા, વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ કોઠારીએ જણાવ્યું કે, અમે 58% Y-o-Y અને EBITDA 92% Y-o-Yના દરે વધી રહેલી આવક સાથે EBIDTA માર્જિન 269 બેઝિસ પોઇન્ટ્સ Y-o-Yથી વધી રહ્યું છે.
Q1 FY24 મુખ્ય નાણાકીય હાઇલાઇટ્સ
વિગતો | Q124 | Q123 | YoY | Q423 | QoQ |
આવક | 179.6 | 113.6 | 58.1% | 176.3 | 1.9% |
EBITDA | 27.6 | 14.4 | 91.7% | 21.7 | 27.2% |
PAT | 17.4 | 9.1 | 91.2% | 13.5 | 28.9% |
સીમલેસ પાઈપોની ક્ષમતામાં વધારોઃ કંપની સીમલેસ પાઈપોમાં દર મહિને 400 મેટ્રિક ટનનો વધારો કરવાનું આયોજન કરી રહી છે જે આગામી છ મહિનામાં ઇન્સ્ટોલ થવાની અપેક્ષા છે.
LSAW મિલના કદમાં વધારોઃ શરૂઆતમાં પ્રસ્તાવિત LSAW પ્લાન્ટમાં 48-ઇંચ સુધીની ડાયા પાઇપ્સ બનાવવાની હતી જે વધારીને 56-ઇંચની પાઇપ કરવામાં આવી છે.
પિયર્સિંગ મિલમાં ઓપરેશનલ કાર્યક્ષમતાઃ પિયર્સિંગ મિલની રચના દરમિયાન, કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા જે ઉચ્ચ કાર્યકારી કાર્યક્ષમતા તરફ દોરી જશે અને આખરે મધર હોલો પાઈપ્સના ઉત્પાદનમાં વધારો કરશે.
કુલ કેપેક્સ રૂ. 40-45 કરોડઃ ની રેન્જમાં હશે, જેના માટે આંતરિક ઉપાર્જનમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવશે.