Sensex 232 પોઇન્ટ+, Nifty ઇન્ટ્રા-ડે 19600 ક્રોસ
ટેલિકોમ, સ્મોલકેપ, હેલ્થકેર, આઇટી- ટેકનોલોજી શેર્સમાં આકર્ષણ
વિગત | સેન્સેક્સ | ટેલિકોમ | સ્મોલકેપ | હેલ્થકેર |
Previous | 65721 | 1,864 | 35070 | 27852 |
Close | 65953 | 1888 | 35209 | 28300 |
Open | 65811 | 1,869 | 35155 | 27833 |
High | 66068 | 1906 | 35322 | 28312 |
Low | 65748 | 1869 | 35129 | 27832 |
અમદાવાદ, 7 ઓગસ્ટઃ બીએસઇ સેન્સેક્સ આજે 232 પોઇન્ટના સુધારાની આગેકૂચ સાથે 65953 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19600 ક્રોસ થયો પરંતુ બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. સેન્સેક્સ ઉપરમાં 66,067.90 અને નીચામાં 65,748.25 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 232.23 પોઈન્ટ્સ અથવા 0.35 ટકા ઉછળીને 65953.48 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,620.45 અને નીચામાં 19,524.80 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 80.30 પોઈન્ટ્સ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 19597.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ટેલિકોમ, ફાર્મા, આઇટી- ટેકનોલોજી શેર્સમાં આકર્ષણઃ ટેલીકોમ, ફાર્મા, આઈટી, ટેકનો અને રિયલ્ટી શેરોમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સામે મેટલ, પાવર અને બેન્ક શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.56 ટકા અને 0.26 ટકા વધીને બંધ રહ્યા હતા.
યથાર્થ હોસ્પિટલ 11 ટકા પ્રિમિયમ લિસ્ટિંગ
યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસિસ લિ.નો આઇપીઓ આજે રૂ. 300ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 304ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 342.70 અને નીચામાં રૂ. 304 થઇ છેલ્લે રૂ. 333.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે રૂ. 33.75 (11.25 ટકા) પ્રિમિયમ દર્શાવે છે.
Zomato: બ્રોકરેજીસ હાઉસે ખરીદવા ભલામણ કરી
Previous Close | 95.43 |
Open | 97.00 |
High | 102.85 |
Low | 96.37 |
Close | 97.66 |
Gain | +2.23 (+2.34%) |
Zomatoએ જૂન ત્રિમાસિકમાં રૂ. 2 કરોડનો નફો નોધાવ્યો છે. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન 186 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન પણ કંપનીને 189 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જૂન ક્વાર્ટરમાં કામગીરીની આવક વાર્ષિક ધોરણે 71 ટકા વધીને રૂ. 2,416 કરોડ થઈ હતી. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ આવક રૂ. 1,414 કરોડ હતી. શેર intraday tradeમાં સોમવારે 8%ના ઉછાળા સાથે રૂ.102.8ના વાર્ષિક ટોચે પહોંચ્યો હતો.
વિવિધ બ્રોકરેજ હાઉસની નજરે ઝોમેટોનો શેર
ઇન્ક્રેડ ઇક્વિટીઝ: ઝોમેટોના શેરમાં રૂ. 58ના સ્તરથી જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક રૂ.80ની આસપાસ ખરીદી શકે છે. બિસ્સાએ રૂ. 120-140ના ટાર્ગેટ ભાવ સાથે સ્ટોક પર ખરીદીની ભલામણ કરી છે.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસ: જે રોકાણકારો આ સ્ટોક સસ્તામાં ખરીદે છે તેઓ થોડો નફો બુક કરી શકે છે. જો કે, આ ગ્રોથ સ્ટોકમાં રોકાણ જાળવી શકાય છે.
નુવામા: ખરીદો | ટાર્ગેટ: રૂ. 110: રૂ. 94ના અગાઉનો લક્ષ્યાંક સુધારી રૂ. 110 કરવા સાથે ખરીદો રેટિંગ આપ્યું છે.