ગયા વર્ષની સરખામણીએ આ તહેવારોમાં લોકો 23% વધુ ખરીદી કરશે
34% લોકો ઇ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદી કરવાની યોજના ધરાવે છે – એક્સિસ માય ઇન્ડિયા સપ્ટેમ્બર CSI સર્વે
એકંદરે ઘરગથ્થુ ખર્ચમાં 55% વધારો થયો | આવશ્યક ખર્ચ 41% વધ્યો અને બિન-આવશ્યક ખર્ચ 6% વધ્યો |
આરોગ્ય ખર્ચમાં 1%નો વધારો, 34% વધ્યો | તહેવારોમાં 28% લોકો ખર્ચ જાળવી રાખશે |
34%માંથી 11% પ્રથમ વખત ઓનલાઈન ખરીદનાર હશે | 6% શેરબજારમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે જ્યારે 5%ની રોકાણો જાળવવાની યોજના |
46% લોકો સેન્સેક્સ 70000 પાર થવા આશાવાદી | 64%ને સરકારી નીતિઓ પર વિશ્વાસ |
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: 23% ઉત્તરદાતાઓ આગામી તહેવારોની સિઝન દરમિયાન ખરીદીની પ્રવૃત્તિઓમાં વધારો થવાની ધારણા રાખે છે, જે રજાના દિવસોમાં ખર્ચ કરવા અંગે સકારાત્મક લાગણી દર્શાવે છે. વધુમાં, આ વર્ષે ઈ-કોમર્સ ફેસ્ટિવ સેલ્સમાં ભાગ લેવાનો ટ્રેન્ડ જાળવી રાખવા માંગતા લોકોમાંથી 44% ગયા વર્ષ કરતાં વધુ ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આ આંકડા તહેવારોના સમયે માર્કેટ સ્ટ્રેટેજીનું માર્ગદર્શન આપતા તથા વિકસતા કન્ઝ્યુમર લેન્ડસ્કેપ માટે એક માત્રાત્મક પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે. અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઈન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઈન્ડિયા ઈન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ (CSI)માંથી નવીનતમ ઈનસાઈટ રજૂ કરે છે. જેમ કે ગત મહિનાની સરખામણીમાં આ મહિના માટે એકંદર ઘરગથ્થુ ખર્ચમાં 3% ઘટાડો. ઉલ્લેખનીય છે કે
સેન્ટિમેન્ટમાં ટકાવારીના વધારામાંથી ટકાવારીનો ઘટાડો બાદ કરવાની ગણતરીથી મળેલો સપ્ટેમ્બરનો ચોખ્ખો CSI સ્કોર +8 છે, જે ગયા મહિના (+8) જેટલો જ છે. જો કે, સ્કોર ગયા વર્ષે સપ્ટેમ્બર 2022 (+10) કરતા –2 નો ઘટાડો દર્શાવે છે.
CSI રિપોર્ટ પર ટિપ્પણી કરતા, એક્સિસ માય ઈન્ડિયાના ચેરમેન અને એમડીપ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે, તેમ તેમ અમારી ઈનસાઈટ રિટેલ લેન્ડસ્કેપ માટે પ્રોત્સાહક દ્રશ્ય રજૂ કરે છે. મોટી સંખ્યામાં ઉત્તરદાતાઓ તેમના શોપિંગ અનુભવોને વધારવા માટે તૈયાર છે, જ્યારે અન્ય લોકો તેમના ખર્ચના સ્તરને જાળવવા માંગે છે. તહેવારોના ઓનલાઈન વેચાણમાં વધતી જતી રૂચિ સાથે ઈ-કોમર્સ મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. આ વિકસતો ટ્રેન્ડ એક આશાસ્પદ માર્કેટ ડાયનેમિક સૂચવે છે.
સર્વેના મુખ્ય તારણો એકનજરે
એકંદરે 55% પરિવારો માટે ઘરગથ્થુ ખર્ચમાં વધારો થયો છે | 41% પરિવારો માટે પર્સનલ કેર અને આવશ્યક વસ્તુઓ પર ખર્ચ વધ્યો છે |
6% પરિવારો માટે એસી, કાર અને રેફ્રિજરેટર જેવી બિન-જરૂરી અને વિવેકાધીન પ્રોડક્ટ્સ પરના ખર્ચમાં વધારો થયો છે | 34% પરિવારો માટે વિટામીન, ટેસ્ટ, હેલ્ધી ફૂડ જેવી સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓ પરના ખર્ચમાં વધારો થયો છે. |
19% પરિવારો માટે મીડિયાનો વપરાશ (વધ્યો છે, જે ટકાવારીમાં 1% જેટલો ઘટાડો દર્શાવે છે. | 9% પરિવારો માટે મોબિલિટી વધી છે, જે ગયા મહિનાની સરખામણીએ 2% વધુ છે. |