IPO ખૂલશે20 સપ્ટેમ્બર
IPO બંધ થશે22 સપ્ટેમ્બર
ફેસવેલ્યૂરૂ. 2
પ્રાઇસબેન્ડરૂ. 210-222
લોટ67 શેર્સ
ઇશ્યૂ સાઇઝ54,099,027 શેર્સ
ઇશ્યૂ સાઇઝ1201 કરોડ
લિસ્ટીંગBSE, NSE

અમદાવાદ, 15 સપ્ટેમ્બર: સાંઇ સિલ્ક (કલામંદિર) શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 210-222ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 600 કરોડના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 22 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર સપ્ટેમ્બર 18, 2023 રહેશે, બિડ ઓછામાં ઓછા 67 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 67 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર સપ્ટેમ્બર 18, 2023 રહેશે, બિડ ઓછામાં ઓછા 67 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 67 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

નાગાકાનાકા દુર્ગા પ્રસાદ ચલાવાડી અને ઝાંસી રાણી ચલાવાડી દ્વારા પ્રમોટ કરાયેલ એસએસકેએલ દક્ષિણ ભારતમાં પરંપરાગત વસ્ત્રો, ખાસ કરીને સાડીઓની બાબતે ટોચના 10 રિટેલર્સમાં સામેલ છે. તેના ચાર સ્ટોર ફોર્મેટ દ્વારા એટલે કે કલામંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક, મંદિર અને કેએલએમ ફેશન મોલ દ્વારા તે બજારના વિવિધ સેગમેન્ટમાં પ્રોડક્ટ્સ ઓફર કરે છે જેમાં પ્રીમિયમ એથનિક ફેશન, મધ્યમ આવક માટે એથનિક ફેશન અને વેલ્યુ-ફેશનનો સમાવેશ થાય છે. 31 જુલાઈ, 2023 સુધીમાં, તેણે દક્ષિણ ભારતના ચાર મોટા રાજ્યોમાં, એટલે કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં આશરે 6,03,414 ચોરસ ફૂટના કુલ વિસ્તાર સાથે 54 સ્ટોર્સનું સંચાલન કર્યું હતું.

ઇશ્યૂ મારફત એકત્ર ભંડોળનો ઉપયોગ

રૂ. 1,250.84 મિલિયન 30 નવા સ્ટોર્સ (નવા સ્ટોર્સ) ઊભા કરવા માટે મૂડી ખર્ચના ભંડોળ માટે, રૂ. 253.99 મિલિયન બે વેરહાઉસ ઊભા કરવા માટેના મૂડી ખર્ચને ભંડોળ માટે, રૂ. 2,800.67 મિલિયન અમારી કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે કરશે.

કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ ઋણની પુનઃચૂકવણી અથવા પૂર્વ ચૂકવણી માટે રૂ. 500 મિલિયન અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

ઇશ્યૂના લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ, HDFC બેંક અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ (અગાઉ એડલવાઈસ સિક્યોરિટીઝ તરીકે ઓળખાતી) એ ઓફરના BRLM છે.

કંપનીની નાણાકીય કામગીરી (રૂ. કરોડ)

PeriodMar20Mar21Mar22Mar23
Assets692.76665.42842.491,220.45
Revenue1,178.62679.101,133.021,358.92
PAT42.105.1357.6997.59
Net Worth231.51242.99300.66397.33
Reserves208.05218.93276.60373.27
Borrowing164.70217.22260.49345.50