ઓઈલ ઈન્ડિયા 2જી ઈથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. 8000 કરોડનું રોકાણ કરશે

મુંબઈ

ઓઈલ ઈન્ડિયાએ 2040 સુધી નેટ ઝીરો કાર્બનના લક્ષ્યાંક હાંસિલ કરવા રૂ. 25 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જેમાંથી 2જી ઈથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. 8 હજાર કરોડનું રોકાણ કરવા માગે છે. જેનો ઉપયોગ ડિઝલ આધારિત એન્જિનને ગેસમાં તબદીલ કરવા માટે થશે.

ઓઈલ ઈન્ડિયાની રોકાણ યોજના જાહેર થતાં આજે ઓઈલ ઈન્ડિયાનો શેર 4 ટકાથી વધુ ઉછળી 294.40ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. અંતે 2.74 ટકા સુધારા સાથે 285 પર બંધ રહ્યો હતો. Oil Indiaનો 52 વીક હાઈ 296.99 અને લો

સરકારી માલિકીની ઓઈલ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રણજિત રથના જણાવ્યા પ્રમાણે, તે રિન્યુએબલ એનર્જીમાં રૂ. 25,000 કરોડનું રોકાણ કરવા માગે છે. 2040 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્ય હાંસલ કરવાનો ઉદ્દેશ છે.

ધ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં રથે કહ્યું હતું કે કંપની રશિયામાંથી તેના 150 મિલિયન ડોલરના ડિવિડન્ડને પરત કરવા માટેના માધ્યમો શોધી રહી હતી. અહેવાલ મુજબ આ રકમ કંપનીએ તેના વ્યવસાયો દ્વારા કમાઈ હોવાનું માનવામાં આવે છે. રશિયા સામેના પ્રતિબંધોને કારણે કંપની મોસ્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાંથી તે ઉપાડવામાં અસમર્થ રહી છે.

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ઓઇલ અને ગેસ એક્સ્પ્લોરરે તેની કામગીરીમાંથી રૂ. 6,208 કરોડની આવકમાં વાર્ષિક ધોરણે 41.86 ટકા (YoY) ઘટાડો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો પણ 56.68 ટકા ઘટીને રૂ. 1,399 કરોડ થયો હતો. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વાર્ષિક ધોરણે 900 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 37 ટકા થયું છે.

ઓઈલ ઈન્ડિયા એ એક જાહેર ક્ષેત્રની કંપની છે જે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલી છે. કંપની મુખ્યત્વે ભારતમાં ઓઇલ ફિલ્ડ અને ગેસ ફિલ્ડનું સંચાલન કરે છે.