Stock Picks: ગણેશ ચતુર્થી નિમિત્તે આ શેરોમાં રોકાણ માલામાલ બનાવશે, 50 ટકા સુધી રિટર્ન મળવાપાત્ર
અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ સળંગ 11 દિવસની સુધારાની ચાલને સોમવારે બ્રેક વાગવા સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત મોટાભાગના સેક્ટોરલ્સ સ્પેસિફિક શેર્સમાં પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. માર્કેટ આજે સવારથી જ નેેગેટિવ ઝોનમાં રહેવા સાથે સેન્સેક્સ 241.79 પોઇન્ટના ઘટાડા સાથે 67896.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 59.05 પોઇન્ટના ઘટાડાસાથે 20133.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે ગણેશ ચતુર્થી નિમિત્તે શેરબજારો સહિત મોટાભાગના બજારો બંધ રહેશે. જો કે, ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટીવ હોવાના સંકેતો માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. તહેવારોની શરૂ થતી સિઝનને ધ્યાનમાં રાખી પ્રભુદાસ લિલાધર પ્રા.લિ.ના ટેક્નિકલ રિસર્ચના વાઈસ પ્રેસિડન્ટ વૈશાલી પારેખે અમુક શેરોમાં રોકાણ કરવા સલાહ આપી છે. જે આગામી ટૂંક સમયમાં 50 ટકાથી વધુ રિટર્ન આપે તેવી શક્યતા દર્શાવી છે.
ખરીદવા લાયક શેર્સ
CDSL
છેલ્લો બંધ: | 1330.50 |
ટાર્ગેટ: | 1720-2000 |
સ્ટોપલોસ: | 1200 |
સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત તેજીની કેન્ડલ પેટર્ન સાથે સ્ટોકમાં સારો ઉછાળો જોવા મળ્યો છે જેથી ટ્રેન્ડ મજબૂત રહેવાની શક્યતા સાથે આગામી સપ્તાહમાં વધુ ઉછાળો આવે તેવી અપેક્ષા છે. 1260 ઝોનની ઉપર બ્રેકઆઉટ અને આરએસઆઈ પણ સારી રીતે સ્થિત છે. તેનાથી વિપરિત તેની સાથે વધુ નફાની અપેક્ષા રાખી શકાય છે. ચાર્ટ સારો દેખાતો હોવાથી, અમે 1200નો સ્ટોપલોસ રાખતાં 1720-2000ના અપસાઇડ પોઝીશનલ ટાર્ગેટ માટે સ્ટોક ખરીદવા અને હોલ્ડ કરવાનું સૂચન કરીએ છીએ.
Power Grid
છેલ્લો ભાવ: | 200.15 |
ટાર્ગેટ: | 275-300 |
સ્ટોપલોસઃ | 175 |
સ્ટોક એકંદરે છેલ્લા 2-3 વર્ષથી મજબૂત અપટ્રેન્ડમાં છે અને હાલમાં પોઝિટિવ વલણ જાળવવા સાથે લાંબા ગાળે નવી ઉપરની ચાલ માટે ટ્રિગર કરવા માટે 185 ઝોનની ઉપર સ્પષ્ટ બ્રેકઆઉટનો સંકેત આપ્યો છે. RSIની પણ સારી સ્થિત છે અને આગામી સપ્તાહમાં પણ તેજી જારી રહેવાન સંભાવના સાથે ચાર્ટ સારો દેખાતો હોવાથી, અમે 175નો સ્ટોપલોસ રાખી 275-300ના અપસાઇડ પોઝિશનલ ટાર્ગેટ માટે સ્ટોક ખરીદવા અને હોલ્ડ કરવાનું સૂચન કરીએ છીએ.
CIE AUTOMOTIVE INDIA
છેલ્લો બંધ: | 495 |
ટાર્ગેટ: | 660-700 |
સ્ટોપલોસ: | 455 |
સ્ટોક 165 ઝોનથી મજબૂત અપટ્રેન્ડમાં રહ્યો છે અને આગળની તેજી સાપ્તાહિક ચાર્ટ પર ઉચ્ચ બોટમ ફોર્મેશન પેટર્નની રેન્જ સાક્ષી છે. વર્તમાનમાં પણ, ટૂંકા ઘટાડા પછી સાપ્તાહિક ચાર્ટ પર હાયર બોટમ ફોર્મેશન પેટર્ન રચાઈ છે અને પુલબેકના સંકેત સાથે આગામી સમયમાં વધુ વધારો થવાની ધારણા છે. RSI મજબૂતાઈ દર્શાવે છે અને તેમાં હજુ પણ તેજીની ગતિ ચાલુ રહેશે. ચાર્ટ આકર્ષક દેખાતા હોવાથી, અમે સ્ટોપ લોસને 455 પર રાખતાં 660-700ના અપસાઇડ પોઝિશનલ ટાર્ગેટ સાથે સ્ટોક ખરીદવા સૂચન કરીએ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)