હોંગકોંગમાં GJEPCના ‘જ્વેલ્સ અનબાઉન્ડેડ’ ખાતે ભારતીય ઉચ્ચ ફેશન અને જ્વેલરી ચમકી
હોંગકોંગ, 27 સપ્ટેમ્બર: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (GJEPC), વિશ્વભરમાં ભારતીય જેમ અને જ્વેલરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સર્વોચ્ચ વેપાર સંગઠને એક ઐતિહાસિક ઈવેન્ટ “જ્વેલ્સ અનબાઉન્ડેડ પ્રદર્શન 21 સપ્ટેમ્બર, 2023 ના રોજ હોંગકોંગમાં યોજ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર એશિયાના ભારતના રત્નો, ઝવેરાત અને કાપડની સમૃદ્ધ અને વૈવિધ્યસભર શ્રેણીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રોડક્ટ એન્જિનિયરિંગ, ડિઝાઇન ઇનોવેશન અને મેન્યુફેક્ચરિંગની અનન્ય શક્તિઓને હાઇલાઇટ કરે છે.
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, હોંગકોંગ અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, ભારત સરકાર દ્વારા સમર્થિત, આ આકર્ષક ઈવેન્ટ, જ્વેલ્સ અનબાઉન્ડેડ, સપ્ટેમ્બર હોંગકોંગ જ્વેલરી એન્ડ જેમ ફેર સાથે યોજવામાં આવી હતી. GJEPCના જ્વેલ્સ અનબાઉન્ડેડ માટે સહયોગી ભાગીદાર ENTICE by KGK હતા. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી.
GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું કે, “ભારત અને હોંગકોંગ વચ્ચે રત્ન અને ઝવેરાતનો વેપાર મજબૂત રહ્યો છે, જે 2022માં USD 15.56 બિલિયનના કુલ વેપાર મૂલ્યમાં પરિણમે છે. ભારત માટે, હોંગકોંગ બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ છે. અને 2022માં જ્વેલરી નિકાસ USD 8.63 બિલિયનની હતી. 5.15 બિલિયન યુએસડીના નિકાસ મૂલ્ય સાથે કટ અને પોલિશ્ડ હીરા આ વેપારનો નોંધપાત્ર હિસ્સો બનાવે છે.
GJEPCની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે જણાવ્યું હતું કે, “જવેલ્સ અનબાઉન્ડેડ એ કલાત્મકતા, સર્જનાત્મકતા, વિવિધતા અને આધુનિકતાની વિશેષતા છે જે ભારતના જ્વેલરી ઉદ્યોગને વ્યાખ્યાયિત કરે છે.