નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: સ્કૂટર ઉત્પાદક હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ એક્ટિવા લિમિટેડ એડિશન રજૂ કર્યું છે. જેની કિંમત રૂ. 80,734 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે.

હોન્ડા એક્ટિવા લિમિટેડ એડિશન: એક્ટિવા લિમિટેડ એડિશન, બોડી પેનલ્સ પર સ્ટ્રાઇકિંગ સ્ટ્રાઇપ્સની સાથે HMSIએ પ્રોડક્ટ પર પ્રથમ વખત ડાર્ક કલર થીમ અને બ્લેકક્રોમ એલિમેન્ટ્સ સાથે સ્કૂટરની શૈલીને વધુ વિસ્તૃત કરી છે. એક્ટિવા 3D પ્રીમિયમ બ્લેક ક્રોમ ગાર્નિશ. જ્યારે પાછળની ગ્રેબ રેલને પણ બોડી કલર ડાર્ક ફિનિશ સાથે રજૂ કરવામાં આવી છે.

વેરિઅન્ટકિંમત(X-શોરૂમ,
દિલ્હી)
એક્ટિવા DLXરૂ. 80,734
એક્ટિવા સ્માર્ટરૂ. 82,734

લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સીઈઓ સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, આ નવી લિમિટેડ એડિશન એક્ટિવાનું લોન્ચિંગ અમારા ગ્રાહકોને, ખાસ કરીને નવી પેઢીના ખરીદદારોને વધુ ઉત્સાહિત કરશે.

એક્ટિવા લિમિટેડ એડિશન બે કલર શેડ્સ ધરાવે છે: મેટ સ્ટીલ બ્લેક મેટાલિક અને પર્લ સાયરન બ્લ્યૂ. DLX વેરિઅન્ટમાં એલોય વ્હીલ્સ, ટોપ-સ્પેક વેરિઅન્ટની વિશેષતાં હોન્ડાની સ્માર્ટ કી છે. એક્ટિવા લિમિટેડ એડિશનમાં 109.51cc, સિંગલ-સિલિન્ડર, BSVI OBD2 સુસંગત PGM-FI એન્જિન છે જે 5.77 kW પાવર અને 8.90 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.