નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ કંપની હાઈસેન્સ ઈન્ડિયાએ ભારતમાં તેના ટેલિવિઝન મોડલ, U7K, U6K અને E7K રજૂ કર્યા છે. આ એડવાન્સ સ્માર્ટ ટીવી હવે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ તેમજ સમગ્ર ભારતમાં ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ જેવા મોટા રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. મિની LED બ્રિલિયન્સ, બિલિયન-પ્લસ વાઇબ્રન્ટ કલર પેલેટ્સ અને ઈન્ટેલિજન્ટ AIમાં સુધારાના ફીચર્સ સાથે આ ટેલિવિઝન લોન્ચ કરાયા છે. જેમાં U7K INR 59,999/-થી શરૂ થાય છે, U6K આકર્ષક INR 26,990/-થી અને E7K આકર્ષક INR 24,999/-થી શરૂ થાય છે. હાઈસેન્સ ઈન્ડિયાના સીઈઓ પ્રણવ મોહંતીએ જણાવ્યું હતું કે, LED, ક્વોન્ટમ ડોટ કલર અને ઈન્ટેલિજન્ટ AI ફીચર્સ સાથે ટીવી હાઈસેન્સ પોસાય તેવા ભાવે ઈનોવેટિવ ઈનોવેશન્સ લાવવા માટે સમર્પિત છે.

કિંમત અને ઉપલબ્ધતા: U7K: હાઇસેન્સ U7K, એડવાન્સ ટેક્નોલોજીને દર્શાવતી, ચાર અલગ-અલગ સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ છે – 55 ઇંચ, 65 ઇંચ, 75 ઇંચ અને 85 ઇંચ. આ નોંધપાત્ર ટીવી ફક્ત એમેઝોન પર ઉપલબ્ધ છે, અને U7K માટે પ્રારંભિક લોન્ચિંગ પ્રાઈસ રૂ. 59,999/- છે, જે 85 ઇંચના મોડલ માટે વધી રૂ. 1,39,999/- સુધી છે. વધુમાં લોન્ચિંગ ઓફર તરીકે બ્રાન્ડ બે વર્ષ ઉપરાંત 1 વર્ષની વધારાની વોરંટી આપી રહી છે.

U6K: હાઈસેન્સ U6K: 43 ઈંચના U6K મોડેલ એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 26,990/-થી શરૂ થાય છે. અને લોન્ચિંગ ઓફર તરીકે બ્રાન્ડ 1 વર્ષની વધારાની વોરંટી સાથે કુલ 3 વર્ષની વોરંટી આપી રહી છે. 55 ઈંચનું મોડલ રૂ. 45,990 અને 65 ઈંચનું મોડલ રૂ. 62,990માં ઉપલબ્ધ છે.

E7K: હાઈસેન્સ E7K ટીવી 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચમાં ઉપલબ્ધ છે અને 43 ઇંચ માટેની કિંમત રૂ. 24,999/-થી શરૂ થાય છે અને 65 ઇંચ માટે 49,999/- છે. પ્રારંભિક લોન્ચ ઓફર તરીકે બ્રાન્ડ 1 વર્ષની વિસ્તૃત વોરંટી સાથે કુલ 3 વર્ષની વોરંટી આપી રહી છે.